RBIમાં ગ્રેડ A અને B ઓફિસરની ભરતી: જાણો સંપૂર્ણ વિગત અને કેવી રીતે કરશો અરજી!

જો તમે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં જોડાવાનું સ્વપ્ન જોઈ રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે! RBI એ ગ્રેડ A અને ગ્રેડ B હેઠળ કુલ 28 વિવિધ પોસ્ટ્સ માટે ભરતી નોટિફિકેશન બહાર પાડ્યું છે.

નવી દિલ્હી, રવિવાર
આ ભરતી અભિયાન દ્વારા RBIમાં લીગલ ઓફિસર, ટેકનિકલ-સિવિલ, ટેકનિકલ-ઇલેક્ટ્રિકલ, આસિસ્ટન્ટ મેનેજર (રાજભાષા), અને આસિસ્ટન્ટ મેનેજર જેવા વિવિધ પદો ભરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો RBI ની ઓફિશિયલ વેબસાઈટ rbi.org.in પર જઈને ઓનલાઈન એપ્લાય કરી શકે છે. એપ્લિકેશન માટેની લાસ્ટ ડેટ જુલાઈ 31, 2025 છે.

પોસ્ટ્સની વિગત
RBI માં ગ્રેડ A અને B કેટેગરી હેઠળ કુલ 28 વેકેન્સીઝ જાહેર કરવામાં આવી છે. આમાં શામેલ છે.

ગ્રેડ B:
લીગલ ઓફિસર: 5 પોસ્ટ્સ
ટેકનિકલ-સિવિલ એન્જિનિયરિંગ: 6 પોસ્ટ્સ
ટેકનિકલ-ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ: 4 પોસ્ટ્સ

ગ્રેડ A:
આસિસ્ટન્ટ મેનેજર (રાજભાષા): 3 પોસ્ટ્સ
આસિસ્ટન્ટ મેનેજર (પ્રોટોકોલ અને સિક્યોરિટી): 10 પોસ્ટ્સ

એપ્લિકેશન ફી
એપ્લિકેશન ફી અલગ-અલગ કેટેગરી મુજબ નક્કી કરવામાં આવી છે:
SC, ST, અને PwBD કેટેગરીના ઉમેદવારો: 100 રુપિયા + 18% GST
જનરલ, OBC, અને EWS કેટેગરીના ઉમેદવારો: 600 રુપિયા + 18% GST
ફી પેમેન્ટ ઓનલાઈન મોડ્સ જેમ કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ, IMPS, કેશ કાર્ડ, અથવા મોબાઈલ વોલેટ દ્વારા કરી શકાય છે.

એલિજિબિલિટી ક્રાઇટેરિયા
આ પોસ્ટ્સ માટે એપ્લાય કરવા માટે, ઉમેદવાર પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા ઇન્સ્ટિટ્યૂટમાંથી લો ની ડિગ્રી હોવી ફરજિયાત છે.
જનરલ કેટેગરી: ઓછામાં ઓછા 50% માર્ક્સ.
SC, ST, અને દિવ્યાંગ ઉમેદવારો: 45% માર્ક્સ સાથે પણ પાત્ર ગણાશે.
ઉંમર મર્યાદા (Age Limit): પદ અનુસાર ઉંમર મર્યાદા અલગ-અલગ છે:
મેનેજર (ટેકનિકલ-સિવિલ) અને (ટેકનિકલ-ઇલેક્ટ્રિકલ): 21 થી 35 વર્ષ
આસિસ્ટન્ટ મેનેજર (રાજભાષા): 21 થી 30 વર્ષ
આસિસ્ટન્ટ મેનેજર (પ્રોટોકોલ અને સિક્યોરિટી): 25 થી 40 વર્ષ

કેવી રીતે કરશો અરજી
ઉમેદવારો નીચે આપેલા સરળ સ્ટેપ્સ ફોલો કરીને ઓનલાઈન એપ્લાય કરી શકે છે.

સ્ટેપ 1: સૌથી પહેલા RBI ની ઓફિશિયલ વેબસાઈટ rbi.org.in પર જાઓ.
સ્ટેપ 2: હોમપેજ પર આપેલા “Opportunities” લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3: નવા પેજ પર “Vacancies” સેક્શનમાં જઈને ગ્રેડ A અને B ની ભરતી સંબંધિત લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 4: પછી “Apply Online” લિંક પર ક્લિક કરીને તમારું રજિસ્ટ્રેશન કરો.
સ્ટેપ 5: રજિસ્ટ્રેશન પછી તમારા એકાઉન્ટમાં લોગિન કરો.
સ્ટેપ 6: એપ્લિકેશન માટે જરૂરી તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
સ્ટેપ 7: ફોર્મની એપ્લિકેશન ફી ઓનલાઈન જમા કરો.
સ્ટેપ 8: ફોર્મ સબમિટ કર્યા પછી ભવિષ્યની જરૂરિયાત માટે એક પ્રિન્ટઆઉટ કાઢીને સુરક્ષિત રાખો.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!