રૂપાલમાં ભવ્ય પલ્લી મહોત્સવ: ઘીની નદીઓ વહી, 10 લાખથી વધુ ભક્તોના દર્શન

ગાંધીનગરના વિશ્વપ્રસિદ્ધ રૂપાલ ગામમાં જગતજનની શ્રી વરદાયિની માતાજીના મંદિરે પરંપરાગત પલ્લી મહોત્સવનું ભવ્ય આયોજન થયું હતું.

ગાંધીનગરના વિશ્વપ્રસિદ્ધ રૂપાલ ગામમાં જગતજનની શ્રી વરદાયિની માતાજીના મંદિરે પરંપરાગત પલ્લી મહોત્સવનું ભવ્ય આયોજન થયું હતું. Rupal Palli Mahotsav 2026માં દેશ-વિદેશથી અંદાજે 10 લાખથી વધુ ભાવિક ભક્તો માતાના આશીર્વાદ મેળવવા ઉમટી પડ્યા હતા. આસો નોમના પવિત્ર દિવસે મધ્યરાત્રિએ 12 વાગ્યા બાદ પાંચ દિવ્ય જ્યોત ધરાવતી પલ્લીરથ ગામના 27 નિશ્ચિત ચોકમાં ભ્રમણે નીકળી હતી, જે સવારે 6 વાગ્યા સુધી ચાલી હતી.

આ શોભાયાત્રા દરમિયાન ભક્તોએ મનોકામના પૂર્ણ કરવા પલ્લી પર કરોડો રૂપિયાના હજારો લીટર શુદ્ધ ઘીનો અભિષેક કર્યો હતો. Rupal Palli Mahotsav 2026માં રૂપાલની ગલીઓ અને માર્ગો પર રીતસર ઘીની નદીઓ વહેતી હોય તેવો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંદિરમાં પહોંચીને પૂજા-અર્ચના કરી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંગલે પણ પરિવાર સાથે દર્શન કરી ઘી અર્પણ કર્યું હતું.

પલ્લીના પ્રસ્થાન પૂર્વે ચાવડા પરિવાર દ્વારા લોહીથી તિલક કરવાની પરંપરા નિભાવવામાં આવી હતી. મહિલાઓ માથા પર માટલી અને દીવા સાથે જોવા મળી હતી, જ્યારે અસંખ્ય શ્રદ્ધાળુઓ મકાનોના ધાબા અને ઝાડ પર ચડીને દર્શન કરતા હતા. ઘી કેરબા, ડબ્બાઓ અને ટ્રેક્ટરની ટ્રોલીમાં એકત્ર કરીને ચઢાવવામાં આવ્યું હતું. સમગ્ર ગામ રોશનીથી ઝગમગી ઊઠ્યું હતું.

પલ્લી એટલે માતાજી માટે લાકડાનો ઘોડા વગરનો રથ, જેને બ્રાહ્મણ, પટેલ, સુથાર, વણકર, વાળંદ, પિંજારા, ચાવડા, માળી, કુંભાર અને વાલ્મીકિ સમાજ સહિત અઢારે આલમના લોકો એકજૂથ થઈને તૈયાર કરે છે. ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામે વરદાયિની માતાજીની પૂજા કરીને દિવ્ય અસ્ત્ર મેળવ્યું હતું, જેનાથી રાવણનો વધ થયો હતો. પાંડવકાળથી પાંચ દીવાની જ્યોતવાળી પલ્લીની પરંપરા ચાલે છે. મનોકામના પૂર્ણ થનારા ભક્તો ઘીનો અભિષેક કરે છે અને નવજાત બાળકોને આશીર્વાદ માટે ટેકવે છે. આ મહોત્સવ સામાજિક એકતાનું ઉત્તમ પ્રતીક બન્યો છે

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!