સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 2025: આદિવાસી સંસ્કૃતિનો અનોખો લ્હાવો, જાણો સંપૂર્ણ ડિટેલ્સ

ગુજરાતનો લોકપ્રિય સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ આવતીકાલથી શરૂ થશે! આ વર્ષે ફેસ્ટિવલમાં શું ખાસ છે, કયા કલાકારો પરફોર્મ કરશે અને પ્રવાસીઓને શું અનુભવવા મળશે, તેની સંપૂર્ણ માહિતી અહીં મેળવો.

આહવા, શુક્રવાર
ગુજરાત, જે તેના ઉત્સવપ્રેમ માટે જાણીતું છે, તે તેની વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિને દરેક ઉત્સવ સાથે ઉજવે છે. ડાંગ જિલ્લામાં આવેલું અને ગુજરાતના ચેરાપુંજી તરીકે ઓળખાતું સાપુતારા, ચોમાસામાં સોળે કળાએ ખીલી ઊઠે છે. આ રમણીય હિલ સ્ટેશન પર મોટી સંખ્યામાં ટુરિસ્ટ્સ કુદરતી વાતાવરણનો આનંદ માણવા આવે છે. દર વર્ષે યોજાતો સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ ટુરિસ્ટ્સ માટે એક ખાસ આકર્ષણ હોય છે. આ ફેસ્ટિવલથી સાપુતારામાં ટુરિઝમની સાથે-સાથે લોકલ એમ્પ્લોયમેન્ટને પણ પ્રોત્સાહન મળ્યું છે.

આ વર્ષે, સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 26 જુલાઈ 2025 થી 17 ઑગસ્ટ 2025 દરમિયાન યોજાશે અને તેના વિવિધ આકર્ષણોથી મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરશે.

આદિવાસી સંસ્કૃતિ અને લોકલ ટ્રેડિશન્સનું પ્રમોશન
સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 2025 નો 26 જુલાઈએ ભવ્ય પ્રારંભ થશે અને સાપુતારા વિવિધ કલ્ચરલ અને રિજનલ એક્ટિવિટીઝ દ્વારા જીવંત બની જશે. આ ફેસ્ટિવલ ટ્રાઈબલ કલ્ચર, નેચરલ બ્યુટી અને લોકલ ટ્રેડિશન્સના પ્રમોશનનું એક મહત્વનું માધ્યમ બન્યો છે. આ મહોત્સવમાં ભાગ લેવા અને તેને નિહાળવા માટે માત્ર ગુજરાતથી જ નહીં, પરંતુ અન્ય સ્ટેટ્સમાંથી પણ સહેલાણીઓ ઉમટી પડે છે.

ગ્રાન્ડ ફોક કાર્નિવલ પરેડ: 13 રાજ્યોના 350+ કલાકારો
ગિરિમથક સાપુતારામાં આયોજિત મોનસૂન ફેસ્ટિવલની ખાસિયત એ છે કે ટુરિસ્ટ્સને ડાંગની રિચ કલ્ચર, રીતિ રિવાજ, ટ્રેડિશનલ ફૂડ, રહેણી કરણી, ડાન્સ આર્ટની ઝલક તો જોવા મળે જ છે, સાથે વિવિધ ભાતીગળ સંસ્કૃતિની પણ ઝાંખી થાય છે. સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 2025 માં આ વર્ષે પહેલીવાર ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ હેઠળ ગ્રાન્ડ ફોક કાર્નિવલ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પરેડમાં 13 રાજ્યો – ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, આસામ, મધ્ય પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને ઓડિશાના 350 થી વધુ આર્ટિસ્ટ્સ ભાગ લેશે. આ કલાકારો પરેડમાં ટ્રેડિશનલ પ્રોપ્સ સાથે લાઈવ ફોક ટ્રેડિશન્સ રજૂ કરશે. તેમજ આ વર્ષે રેઈન ડાન્સ અને નેચર વોક જેવી એક્ટિવિટીઝ પણ શરૂ કરવામાં આવી છે.

ક્લાસિકલ આર્ટ અને ફોક ટ્રેડિશન્સનો અદ્ભુત સંગમ
સાપુતારા મોનસૂન ફેસ્ટિવલમાં આયોજિત “ગ્રાન્ડ ક્લાસિકલ અને ફોક પરફોર્મન્સ” માં 13 રાજ્યોના 80 થી વધુ કલાકારો પોતાની ક્લાસિકલ અને ફોક ટ્રેડિશન્સ દ્વારા ભારતના રિચ કલ્ચરલ રંગો રજૂ કરશે. મોનસૂન ફેસ્ટિવલના અન્ય મેઈન એટ્રેક્શન્સમાં ગીતાબેન રબારી, પાર્થ ઓઝા અને રાગ મહેતા જેવા ફેમસ ગુજરાતી આર્ટિસ્ટ્સ ઉપરાંત કેરળનું ફેમસ થેકકિનકાડુ અટ્ટમ મ્યુઝિકલ બેન્ડ પણ પરફોર્મન્સ રજૂ કરશે.

એટલું જ નહીં, ટુરિસ્ટ્સને સાપુતારામાં ટેબ્લો શો જોવા મળશે. આ સિવાય સન્ડે સાયક્લોથોન, દહીં હાંડી કોમ્પિટિશન સાથે જન્માષ્ટમીની ઉજવણી તેમજ સ્વતંત્રતા દિવસે આયોજિત મિની મેરેથોન વગેરે ઇવેન્ટ્સ કલ્ચરલ અને દેશભક્તિની ભાવનાને ઉજાગર કરશે.

લોકલ કમ્યુનિટીને ઇકોનોમિક બેનિફિટ્સ
સાપુતારા મોનસૂન ફેસ્ટિવલમાં ટુરિસ્ટ્સના આગમનના પરિણામે ડાંગ અને તેની આસપાસના એરિયામાં એમ્પ્લોયમેન્ટની સાથે ઇનકમ સોર્સ વધ્યા છે, જેથી લાઈફસ્ટાઇલમાં સુધારો થયો છે. સાપુતારા આવતા ટુરિસ્ટ્સ ડાંગની લોકલ કલ્ચર સાથે પરિચય કેળવે અને લોકલ આર્ટિસ્ટ્સને પણ એમ્પ્લોયમેન્ટ મળી રહે તે હેતુથી સાપુતારા મોનસૂન ફેસ્ટિવલમાં વિવિધ એક્ટિવિટીઝનું આયોજન થતું હોય છે.

આ વખતે ફેસ્ટિવલ અંતર્ગત સાપુતારા મેઈન સર્કલ, ગવર્નર હિલ અને સાપુતારા લેક બોટ ક્લબ ખાતે લોકલ આર્ટિસ્ટ્સ દ્વારા ડેઇલી કલ્ચરલ ઇવેન્ટ્સ યોજાશે. આ સિવાય મેઈન ડોમ ઇવેન્ટ્સ એરિયામાં ટ્રાઈબલ ફૂડ ફેસ્ટિવલ, ટ્રાઈબલ ટેટૂ વર્કશોપ, ટ્રાઈબલ આર્ટ એન્ડ ક્રાફ્ટ સ્ટોલ, વરલી પેઇન્ટિંગ વર્કશોપ, ફોક મ્યુઝિક, મેજિક શો વગેરે એક્ટિવિટીઝ ટુરિસ્ટ્સનો એક્સપિરિયન્સ યાદગાર બનાવશે.

ડાંગમાં વધતા ટુરિસ્ટ્સનો ટ્રેન્ડ
સાપુતારાનું આહ્લાદક એટમોસ્ફિયર અને નેચરલ બ્યુટી હંમેશા ટુરિસ્ટ્સની ફર્સ્ટ ચોઈસ રહ્યું છે. સ્ટેટ ગવર્નમેન્ટના ટુરિઝમ કોર્પોરેશન દ્વારા આયોજિત મોનસૂન ફેસ્ટિવલના પરિણામે ડાંગ આવતા ટુરિસ્ટ્સની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. 2022 માં સાપુતારા આવનારા લોકોની સંખ્યા 8.16 લાખ હતી, જે 2023 અને 2024 માં અનુક્રમે 11.13 લાખ અને 11.67 લાખ નોંધાઈ હતી.

ડાંગ જિલ્લામાં આવતા ટુરિસ્ટ્સની વાત કરીએ, તો 2022 માં 10.40 લાખ, 2023 માં 22.40 લાખ અને 2024 માં 26.91 લાખ જેટલા લોકોએ જિલ્લાની મુલાકાત લીધી હતી. ગુજરાત સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, યુનિક જ્યોગ્રાફિકલ કન્ડિશન્સને ધ્યાનમાં રાખીને પ્રોગ્રામ્સના આયોજન અને ટ્રાઈબલ ડેવલપમેન્ટ માટેની સ્કીમ્સના અમલીકરણ દ્વારા ડાંગ જિલ્લાને નેશનલ લેવલ પર ટુરિઝમ મેપ પર સ્થાન અપાવ્યું છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!