SEBIની મોટામાં મોટી કાર્યવાહી : અમેરિકાની ટ્રેડિંગ કંપની Jane Street પર પ્રતિબંધ અને ₹4843 કરોડની સંપત્તિ જપ્ત

આ સાથે SEBIએ રૂ. 4843 કરોડની સંપત્તિ જપ્ત કરવાનો હુકમ આપ્યો છે : કંપનીએ ભારતીય ઈક્વિટી માર્કેટમાં પોતાની વ્યૂહનીતિઓનો દુરૂપયોગ કરી નાણાકીય લાભ મેળવ્યો હોવાનો આરોપ

SEBIની મોટામાં મોટી કાર્યવાહી

મુંબઈ, શુક્રવાર : ભારતીય સ્ટોક માર્કેટના રેગ્યુલેટર SEBIએ વ્યાપારિક ગેરરીતિના ગંભીર આરોપો સામે પગલાં લેતાં અમેરિકાની જાણીતી ટ્રેડિંગ કંપની Jane Street Group અને તેની જોડાયેલી કંપનીઓ પર તાત્કાલિક પ્રતિબંધ લગાવ્યો છે. આ સાથે SEBIએ રૂ. 4843 કરોડની સંપત્તિ જપ્ત કરવાનો હુકમ આપ્યો છે. કંપનીએ ભારતીય ઈક્વિટી માર્કેટમાં પોતાની વ્યૂહનીતિઓનો દુરૂપયોગ કરી નાણાકીય લાભ મેળવ્યો હોવાનો આરોપ છે.SEBIના વચગાળાના આદેશ મુજબ, Jane Street Groupને ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં કોઈપણ પ્રકારની ટ્રેડિંગ પ્રવૃત્તિથી રોકવામાં આવી છે. સાથે જ એસ્ક્રો એકાઉન્ટમાં વિવાદિત રકમ જમા ન થાય ત્યાં સુધી કંપની ભારતમાં પોતાની કોઈ સંપત્તિ વેચી શકશે નહીં.

આ કેસમાં વર્ષ 2024થી તપાસ ચાલી રહી હતી, જેમાં NSE અને SEBIના અધિનિયમો વિરુદ્ધ ટ્રેડિંગ, અલ્ગોરિધમ મિસયૂઝ અને વિશિષ્ટ દિનોએ હેરાફેરી સહિતના મુદ્દાઓ સામે આવ્યા હતા. Jane Street દ્વારા સપ્તાહિક ઓપ્શન એક્સપાયરી પર કરવામાં આવેલી કામગીરી અન્ય રોકાણકારોને નુકસાન પહોંચાડી શકે તેવા સ્વરૂપમાં હતી, જેને SEBIએ ગંભીરતાથી લઈને ઝડપી કાર્યવાહી કરી.આ પગલાં માત્ર કંપની સામે નહીં પરંતુ સમગ્ર માર્કેટ ઈકોસિસ્ટમમાં પારદર્શિતા અને વિશ્વસનીયતા જાળવી રાખવા માટેનું ઉદાહરણ છે.

MEHTA AYUSHI
Author: MEHTA AYUSHI

Leave a Comment

Read More

error: Content is protected !!