ચોમાસાનો બીજો રાઉન્ડ: ગુજરાતમાં 15 જુલાઈ સુધી ધોધમાર વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં યલો એલર્ટ!

નાગરિકોને સાવચેત રહેવા અને જરૂરી સાવચેતીના પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને ટ્રાફિક જામ થવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે.

અમદાવાદ, ગુરૂવાર
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વિરામ લીધા બાદ વરસાદ ફરી સક્રિય થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી 10થી 15 જુલાઈ દરમિયાન રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેને પગલે કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ પણ જાહેર કરાયું છે.

વરસાદનું જોર વધશે, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફની અસર
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફની સંયુક્ત અસરને કારણે રાજ્યમાં વરસાદનું જોર વધશે. આજે રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદની શક્યતા છે, જ્યારે આવતીકાલથી વરસાદ વધુ તીવ્ર બનશે.

12 અને 13 જુલાઈએ અતિભારે વરસાદની વોર્નિંગ
ખાસ કરીને, 12 અને 13 જુલાઈએ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન દરિયામાં ભારે કરંટ હોવાથી માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે.

કયા વિસ્તારોમાં યલો એલર્ટ અને ભારે વરસાદની આગાહી?
10 જુલાઈ: નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

11 જુલાઈ: સુરત, નવસારી, ડાંગ, તાપી અને ભરૂચમાં ભારે વરસાદની શક્યતા છે.

12 જુલાઈ: અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, પંચમહાલ અને દાહોદમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!