આજના ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

નવી દિલ્હી, ગુરૂવાર
આજે સવારે દિલ્હી-NCR માં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને તેઓ પોતાના ઘરોમાંથી સુરક્ષિત જગ્યાએ બહાર દોડી આવ્યા હતા. ભૂકંપની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ભૂકંપ ક્યાં અને કેટલો તીવ્ર હતો?
આજે સવારે 9:04 વાગ્યે હરિયાણાના ઝજ્જર માં રિક્ટર સ્કેલ પર 4.4 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. આ ભૂકંપનું કેન્દ્ર રેવાડી-ગુરુગ્રામની સરહદ પર આવેલા ગુરાવાડા ગામ માં હતું.

ક્યાં ક્યાં અનુભવાયા આંચકા?
આ ભૂકંપની અસર દિલ્હી, નોઈડા, ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામ સહિત હરિયાણાના અનેક શહેરોમાં અનુભવાઈ હતી. ગુરુગ્રામમાં તો એક મકાન સંપૂર્ણપણે ધ્રુજી ઉઠ્યું હતું, જેના કારણે લોકો ભયભીત થઈ તાત્કાલિક ઘરની બહાર નીકળી પડ્યા હતા. ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકોએ પોતાના સંબંધીઓ અને પરિચિતોને ફોન કરીને ખબરઅંતર પૂછવાનું શરૂ કરી દીધું હતું.
An earthquake with a magnitude of 4.4 on the Richter Scale hit Jhajjar, Haryana today at 9:04 am IST. Strong tremors felt in Delhi-NCR.
(Pic: National Center for Seismology (NCS) pic.twitter.com/wR3es0JJWh
— ANI (@ANI) July 10, 2025











