50 કરોડની શનાયા કપૂરની ડેબ્યુ ફિલ્મ આંખો કી ગુસ્તાખિયાં પ્રથમ દિવસે ફ્લોપ, ફક્ત ₹35 લાખની કમાણી

₹50 કરોડના મોટા બજેટમાં બનેલી આ ફિલ્મે પહેલાં દિવસે માત્ર ₹35 લાખની નિરાશાજનક કમાણી કરી : ફિલ્મના વર્લ્ડવાઇડ કલેક્શન એક કરોડ સુધી પણ પહોંચશે કે કેમ, એ બાબતે શંકા ઊભી થઈ

50 કરોડની શનાયા કપૂરની ડેબ્યુ ફિલ્મ આંખો કી ગુસ્તાખિયાં પ્રથમ દિવસે ફ્લોપ

મુંબઈ, રવિવાર : શુક્રવારે બોક્સ ઓફિસ પર બે મહત્વપૂર્ણ ફિલ્મો રિલીઝ થઈ શનાયા કપૂરની ડેબ્યુ રોમેન્ટિક ડ્રામા ‘આંખો કી ગુસ્તાખિયાં’, જેમાં તે વિક્રાંત મૈસી સાથે જોવા મળી, અને રાજકુમાર રાવની ગેન્ગસ્ટર થ્રિલર ‘માલિક’. રિલીઝ પછીના રિપોર્ટ્સ પ્રમાણે, શનાયાની પહેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર અસફળ રહી છે. આશરે ₹50 કરોડના મોટા બજેટમાં બનેલી આ ફિલ્મે પહેલાં દિવસે માત્ર ₹35 લાખની નિરાશાજનક કમાણી કરી છે. ફિલ્મના વર્લ્ડવાઇડ કલેક્શન એક કરોડ સુધી પણ પહોંચશે કે કેમ, એ બાબતે શંકા ઊભી થઈ છે.

બીજી તરફ, રાજકુમાર રાવની ‘માલિક’ ફિલ્મે શરૂઆતથી જ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. ગેન્ગસ્ટરની ભૂમિકા સાથે અલગ અવતારમાં દેખાતા રાજકુમાર રાવે પ્રથમ દિવસે અંદાજે ₹4 કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન હાંસલ કર્યું છે. જોકે, લોકો તેને આવા રફ રોલમાં સ્વીકારશે કે નહીં, એ વિશે મળતા મિશ્ર પ્રતિસાદોએ થોડી અનિશ્ચિતતા ઉભી કરી છે. ફિલ્મના આંતરરાષ્ટ્રીય કલેક્શનના આંકડા હજુ બહાર આવ્યા નથી. શુક્રવારે થિયેટરોમાં શનાયા કપૂરની ડેબ્યુ ફિલ્મ આંખો કી ગુસ્તાખિયાં અને રાજકુમાર રાવની માલિક ફિલ્મ રિલીઝ થઇ છે. જેમાંથી રિપોર્ટના અનુસાર શનાયા કપૂરની ડેબ્યુ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઇ છે, જ્યારે રાજકુમાર રાવ રૂપિયા ૪ કરોડની આસપાસ કલેકશન કર્યું છે. શનાયા કપૂરે બોલીવૂડમાં વિક્રાંત મૈસી સાથે રોમન્ટિક ફિલ્મ દ્વારા એન્ટ્રી મારી પરંતુ પહેલાજ દિવસે આ ફિલ્મ સુપરફ્લોપ ગઇ છે. ૫૦ કરોડ રૂપિયામાં નિર્માણ થયેલી આ ફિલ્મે પહેલાજ દિવસે ફક્ત ૩૫ લાખ રૂપિયા જ કરેકશન કરી શકી છે. આ ફિલ્મ વર્લડવાઇડ પણ એક કરોડ રૂપિયાનું કલેકશન કરે એ બાબતે શંકા છે. જ્યારે રાજકુમાર રાવની ગેન્ગસ્ટર ભૂમિકા પરની આધારિત ફિલ્મ ે ૪ કરોડ રૂપિયાનું બોક્સઓફિસ પર કલેકશન કર્યું છે. આ ફિલ્મ હજી પણ વધુ કલેકશન કરે તેવી અપેક્ષા છે. પરંતુ એક શંકા એવી છે કે, સીધાસાદા રોલ ભજવનાર રાજકુમાર રાવને ગેન્ગસ્ટરના પાત્રમાં લોકો કદાચ સ્વીકાર ન પણ કરે. તેમજ ફિલ્મના વર્લડવાઇડ કલેકશનના આંકડા હજી આવ્યા નથી.

MEHTA AYUSHI
Author: MEHTA AYUSHI

Leave a Comment

Read More

error: Content is protected !!