આ જીત સાથે સ્વિયાતેકે ગ્રાસ કોર્ટ પર પોતાની પહેલી ટ્રોફી પણ હાંસલ કરી : મૅચ ફક્ત 57 મિનિટમાં પુરી થઈ હતી, જ્યાં સ્વિયાતેકે 55 પોઈન્ટ સામે અનિસિમોવાના ફક્ત 24 પોઈન્ટ જીત્યા અને માત્ર 10 વિનર શોટ લગાવ્યા

ન્યુ દિલ્હી, રવિવાર : પોલેન્ડની ટોપ ટેનિસ સ્ટાર ઇગા સ્વિયાતેકે શનિવારે વિમ્બલડન 2025 મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો છે, અને સાથે જ 114 વર્ષના ઈતિહાસમાં એક અનોખો રેકોર્ડ સર્જ્યો છે. સ્વિયાતેકે અમેરિકાની અમાન્ડા અનિસિમોવાને ફાઈનલમાં એકપણ ગેમ જીતવા ન દીધા અને 6-0, 6-0ના વિજય સાથે પોતાનું પ્રથમ વિમ્બલડન અને કુલ છઠ્ઠું ગ્રાન્ડસ્લેમ ટાઇટલ મેળવ્યું.
આ જીત સાથે સ્વિયાતેકે ગ્રાસ કોર્ટ પર પોતાની પહેલી ટ્રોફી પણ હાંસલ કરી છે. મૅચ ફક્ત 57 મિનિટમાં પુરી થઈ હતી, જ્યાં સ્વિયાતેકે 55 પોઈન્ટ સામે અનિસિમોવાના ફક્ત 24 પોઈન્ટ જીત્યા અને માત્ર 10 વિનર શોટ લગાવ્યા. અનિસિમોવા, જે પહેલીવાર ગ્રાન્ડસ્લેમ ફાઈનલમાં પહોંચી હતી, મૅચ દરમિયાન ખાસ્સી નબળી સાબિત થઈ અને 28 અનફોર્સ્ડ ભૂલો કરી. સ્વિયાતેક માટે આ જીત એક comeback story તરીકે પણ નોંધપાત્ર છે, કારણ કે ગત વર્ષે ડોપિંગ સસ્પેન્શન બાદ તેણે ફરી ટૂર્નામેન્ટમાં વિજયી વાપસી કરી છે. તપાસમાં જાણીતા મુજબ, તેણે ઊંઘ અને જેટલેગ માટે અજાણતાં દવા લીધેલી હતી.સ્વિયાતેક હવે ફ્રેન્ચ ઓપન (4), યુએસ ઓપન (1) અને વિમ્બલડન (1) સાથે ટોટલ 6 ગ્રાન્ડસ્લેમ ટાઈટલ સાથે મહિલા ટેનિસમાં પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું છે. પોલેન્ડની ઇગા સ્વિયાતેકે શનિવારે અમેરિકાની અમાન્ડા અનિસિમોવાને 6-0, 6-0 થી હરાવીને પોતાનું પ્રથમ વિમ્બલ્ડન અને છઠ્ઠું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું. આ 114 વર્ષમાં વિમ્બલ્ડનની પહેલી મહિલા ફાઇનલ હતી જેમાં વિરોધી ખેલાડી એક પણ ગેમ જીતી શકી ન હતી.
ગ્રાસ કોર્ટ પર પહેલી ટ્રોફી જીતી
ફ્રેન્ચ ઓપનમાં ચાર અને યુએસ ઓપનમાં એક ટ્રોફી જીતનારી 24 વર્ષીય સ્વિયાતેકે આખરે સેન્ટર કોર્ટ પર ભરબપોરે માત્ર 57 મિનિટમાં 13મું રેન્ક ધરાવતી અનિસિમોવાને હરાવીને ગ્રાસ કોર્ટ પર પોતાની પહેલી ટ્રોફી જીતી. આઠમું રેન્ક ધરાવતી સ્વિયાતેક કુલ પોઈન્ટમાં 55-24 થી આગળ રહી અને આ દરમિયાન તેણે ફક્ત 10 વિનર લગાવ્યાં. પહેલીવાર ગ્રાન્ડસ્લેમ ફાઈનલમાં પહોંચેલી 23 વર્ષીય અનિસિમોવા શરૂઆતથી જ મુકાબલામાં નબળી સાબિત અને 28 અનફોર્સ્ડ ભૂલો કરી બેઠી. સ્વિયાતેકે આ રીતે લાંબા સમયથી ચાલતી ટ્રોફીના દુષ્કાળને ખતમ કરી દીધો. તેણે ગત ટ્રોફી એક વર્ષથી પણ વધુ સમય પહેલા જૂન 2024માં રોલાં ગૈરામાં જીતી હતી. સ્વિયાતેક ગત વર્ષે આ હરિફાઈથી બહા રહી હતી. ડોપિંગ ગેસ્ટમાં ફેલ ગયા બાદ તેની સામે એક મહિનાનો પ્રતિબંધ મૂકી દેવાયો હતો. તેના બાદ તપાસમાં જાણ થઈ કે તેણે અજાણતાં ઊંઘ ન આવવા અને જેટ લેગ માટે દવાનો ઉપયોગ કર્યો હતો.










