40 પછી પણ રહો ફીટ, મહિલાઓ માટે પાવર-પેક્ડ ડાયટ ટિપ્સ

આ ફૂડ અપનાવીને 40 પછી પણ મહિલાઓ પોતાના બોડીને ફીટ રાખી શકે છે અને વજન વધવા જેવી સમસ્યાઓને કંટ્રોલ કરી શકે છે. યાદ રાખો, સ્વસ્થ જીવનશૈલી માટે સંતુલિત આહારની સાથે નિયમિત કસરત પણ એટલી જ જરૂરી છે.

અમદાવાદ, રવિવાર
જેમ જેમ મહિલાઓની ઉંમર 40 વટાવે છે, તેમ તેમ તેમના શરીરમાં અનેક ફેરફારો આવવા લાગે છે. હોર્મોનલ ચેન્જીસ અને મેટાબોલિઝમ ધીમું પડવાને કારણે વજન વધવાની સમસ્યા સામાન્ય બની જાય છે. પરંતુ ગભરાવાની જરૂર નથી! યોગ્ય આહાર અપનાવીને 40 પછી પણ લાંબા સમય સુધી ફીટ અને હેલ્ધી રહી શકાય છે.

આ ઉંમરે બોડીનું મેટાબોલિઝમ ધીમું પડવાના ઘણા કારણો હોય છે, જેમાં મસલ્સ ઘટવા અને હોર્મોનલ બદલાવ મુખ્ય છે. આનાથી શરીર આરામની અવસ્થામાં પણ ઓછી કેલરી બર્ન કરે છે, જેના કારણે ડાયટમાં કોઈ ફેરફાર ન કરવામાં આવે તો વજન વધવાની સંભાવના રહે છે.

તો શું છે ઉપાય?
40 પછી મહિલાઓએ પોતાની ડેઇલી ડાયટમાં ફળો, શાકભાજી, આખા અનાજ, લીન પ્રોટીન અને હેલ્ધી ફેટ્સથી ભરપૂર આહાર પર ધ્યાન આપવું જોઈએ. ચાલો જાણીએ કઈ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ.

લીલા પાંદડાવાળી શાકભાજી: દરેક ઉંમરે લીલા શાકભાજીનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે, પરંતુ 40 પછી તેનું પ્રમાણ વધારવું જોઈએ. પાલક, મેથી, સરસવ જેવા શાકમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોલેટ અને વિટામિન K હોય છે. આ તત્વો હાડકાના ડેન્સિટી , હૃદયના સ્વાસ્થ્ય અને મેમરી સુધારવામાં મદદ કરે છે.

તાજા ફળો: ફળો વિટામિન્સ અને એન્ટીઑકિસડન્ટ્સથી ભરપૂર હોય છે, ખાસ કરીને ફ્લેવોનોઈડ્સ, જે ઓક્સિડેટીવ સ્ટ્રેસ સામે લડે છે અને ક્રોનિક ડિસીઝથી બચાવે છે. એન્ટીઑકિસડન્ટ્સ શરીરમાં ફ્રી રેડિકલ્સની અસર ઘટાડે છે, જેનાથી મહિલાઓની સ્કિન યુવાન અને ગ્લોઇંગ રહે છે. બેરીઝ જેવા ફળો ખાસ ફાયદાકારક છે.

પ્રોટીન રિચ ફૂડ્સ: શરીરને સ્વસ્થ રાખવા માટે પ્રોટીન અત્યંત જરૂરી છે. 40 પછી મહિલાઓએ ખાસ કરીને ઈંડા, ચિકન, સોયાબીન, પનીર, ટોફુ અને નટ્સ જેવી પ્રોટીનયુક્ત વસ્તુઓનો ભરપૂર માત્રામાં સેવન કરવું જોઈએ. પ્રોટીન મસલ્સ જાળવી રાખવામાં અને મેટાબોલિઝમને સપોર્ટ કરવામાં મદદ કરે છે.

હેલ્ધી ફેટ્સ: ડાયટમાં હેલ્ધી ફેટ્સનો સમાવેશ કરવો પણ અગત્યનો છે. ફેટી ફિશ જેવી કે સૅલ્મોન, મેકરેલ, અખરોટ, બદામ અને બીજ જેવા કે ચિયા સીડ્સ અને ફ્લેક્સ સીડ્સમાં ઓમેગા-3 ફેટી એસિડ્સ ભરપૂર હોય છે, જે હૃદયના સ્વાસ્થ્ય અને કોગ્નિટિવ હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!