ચાના દિવાનાઓ સાવધાન! ચા પત્તી પણ થાય છે એક્સપાયર, જાણો તેની અસર અને સાચવવાની રીત

ચા પત્તી પણ એક્સપાયર થાય છે! જાણો એક્સપાયર્ડ ચા પત્તીની અસર, કેટલા સમય સુધી સારી રહે છે અને સાચવવાની સરળ રીત. ચાના શોખીનો માટે જરૂરી માહિતી.

અમદાવાદ, મંગળવાર
ભારતીય ઘરોમાં સવારની શરૂઆત ચા વગઝણી ચુસ્કીથી થાય છે. કેટલાક લોકો દિવસમાં 1-2 કપ પીવે છે, તો કેટલાક 8-10 કપ સુધી પહોંચી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે જેમ ખોરાકની એક્સપાયરી ડેટ હોય છે, તેમ ચા પત્તીની પણ એક્સપાયરી ડેટ હોય છે? હા, ચા પત્તી એક્સપાયર થઈ શકે છે અને તેનાથી તેનો સ્વાદ, રંગ અને ખુશબૂ બદલાઈ જાય છે.

ચા પત્તીમાં કુદરતી તેલ અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જ્યારે તે ભેજ, હવા કે પ્રકાશના સંપર્કમાં આવે છે, ત્યારે આ તેલ તૂટી જાય છે અને ચા પત્તી ખરાબ થવા લાગે છે. સારી વાત એ છે કે એક્સપાયર થયેલી ચા પત્તી ઝેરી કે હાનિકારક નથી બનતી, પરંતુ તેની ખુશબૂ ઓછી થાય છે અને સ્વાદ ઘાટો કે તીખો લાગે છે.
કઈ ચા કેટલા સમય સુધી સારી રહે?

  • બ્લેક ટી: 1 થી 2 વર્ષ
  • ગ્રીન ટી: 6 થી 12 મહિના
  • ઉલોંગ કે વ્હાઈટ ટી: લગભગ 1 વર્ષ
  • હર્બલ ટી, તુલસી કે કેમોમાઈલ ચા: 6-12 મહિના

આ સમય માટે ચા પત્તીને સૂકી, ઠંડી જગ્યાએ એરટાઈટ ડબ્બામાં રાખવી જરૂરી છે. સૂર્યપ્રકાશ, ગરમી અને ભેજથી દૂર રાખો તો ચા લાંબા સમય સુધી તાજી રહેશે. ચાના શોખીનો હવે ચા પત્તીની એક્સપાયરી ડેટ તપાસીને જ પીવો, જેથી તમારી મનપસંદ ચા હંમેશા સ્વાદિષ્ટ અને તાજી રહે!

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!