TRAI નો મોટો નિર્ણય: છેતરપિંડી રોકવા માટે સર્વિસ કોલ માટે નવી ‘1601’ સિરીઝ શરૂ

TRAI દ્વારા બેન્કિંગ અને યુટિલિટી સેક્ટરમાં થતી છેતરપિંડી અટકાવવા માટે નવી ‘1601’ નંબર સિરીઝ શરૂ કરવામાં આવી છે, જેથી ગ્રાહકો સાચા સર્વિસ કોલ્સની ઓળખ કરી શકે.

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) દ્વારા નાગરિકોને ફ્રોડ અને સ્પામ કોલ્સથી બચાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. યુટિલિટી, બેન્કિંગ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે થતી છેતરપિંડીઓને અટકાવવા માટે TRAI દ્વારા ખાસ ‘1601’ નંબર સિરીઝ શરૂ કરવામાં આવી છે. આ નવી સિરીઝના માધ્યમથી હવે ગ્રાહકોને અસલી અને અધિકૃત સર્વિસ કૉલ્સ સરળતાથી ઓળખી શકાશે, જેનાથી ફ્રોડ કોલ્સ પર લગામ કસી શકાશે.

નવી ‘1601’ સિરીઝની મુખ્ય વિશેષતાઓ
છેતરપિંડી પર અંકુશ: આજકાલ બેંકો, વીમા કંપનીઓ અને કુરિયર સર્વિસના નામે થતા ફેક કોલ્સથી લોકોને નુકસાન થાય છે, જેને અટકાવવા આ વ્યવસ્થા સચોટ સાબિત થશે.

અધિકૃત ઓળખ: ગ્રાહકો હવે નિશ્ચિંત થઈ શકશે કે ‘160』થી શરૂ થતા કોલ્સ કોઈપણ સરકારી, બેન્કિંગ અથવા વ્યાપારી અધિકૃત સંસ્થા તરફથી જ આવી રહ્યા છે.ડિજિટલ સુરક્ષા મજબૂત: TRAI ના આ પગલાથી ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને સેવાઓ સાથે જોડાયેલા ગ્રાહકોની સુરક્ષામાં મોટો વધારો થશે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!