ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદીને તેમના 75મા જન્મદિવસ પર અભિનંદન આપ્યા હતા

મંગળવારે મોડી સાંજે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદીને તેમના 75મા જન્મદિવસ પર અભિનંદન આપ્યા હતા અને તેમની નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા કરી હતી. બંને નેતાઓએ ભારત-અમેરિકા સંબંધો અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ પગલાને વોશિંગ્ટન દ્વારા ભારત સાથેના સંબંધોને નવી દિશા આપવા અને મજબૂત બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે.











