એરક્રાફ્ટ એકસીડન્ટ ઇન્વેસ્ટીગેશન બ્યુરો (AAIB)ની ટીમ પણ સાથે જોડાઈ : આજે દિવસ દરમિયાન ક્રેશ સાઈડ પર આંતરરાષ્ટ્રીય ઇન્વેસ્ટીગેશન એજન્સી ટીમ સેમ્પલ લઈ તપાસ કરશે

અમદાવાદ, રવિવાર : પ્લેન ક્રેશ દુઘર્ટનાની તપાસ આંતરરાષ્ટ્રીય સ્તરે થઈ રહી છે. ક્રેશ સાઈડ પર UK અને USA ની ઇન્વેસ્ટિગેશન એજન્સીના 20 અધિકારીઓ પહોચ્યા છે. એરક્રાફ્ટ એકસીડન્ટ ઇન્વેસ્ટીગેશન બ્યુરો (AAIB)ની ટીમ પણ સાથે હતી. અમેરિકાના નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફટી બોર્ડ (NTSB) ની એક ટીમ પહોંચી છે.
ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન (ICAO) ની ટીમ પણ પહોંચી છે. આજે દિવસ દરમિયાન ક્રેશ સાઈડ પર આંતરરાષ્ટ્રીય ઇન્વેસ્ટીગેશન એજન્સી ટીમ સેમ્પલ લઈ તપાસ કરશે. પ્લેન ક્રેશ દુઘર્ટનાથી સતત 3 દિવસથી અલગ અલગ એજન્સી પહોંચીને તપાસ કરી રહી છે. ગઈ કાલે UKનુ ડેલિગેશન ક્રેશ સાઈડ પર પહોંચ્યું હતું. NIA અને NSG ની ટીમ પણ ક્રેશ સાઈડની તપાસ કરી ચૂક્યા છે.











