વાંસદાના ભીનાર ગામમાં દીપડો 3 વર્ષના માસૂમ બાળકને ખેંચી ગયો, અઢી કલાકની શોધ બાદ મળ્યો મૃતદેહ

વાંસદાના ભીનાર ગામમાં દીપડો 3 વર્ષના બાળકને ઘર નજીકથી ખેંચી ગયો, અઢી કલાકની શોધ બાદ મૃતદેહ મળ્યો.

રાતના અંધારામાં ઘર નજીકથી અચાનક બાળકને દીપડો ખેંચી જાય અને પરિવારની આંખો સામે તે ગાયબ થઈ જાય. વાંસદાના ભીનાર ગામમાં આવી જ હચમચાવી નાખે તેવી ઘટના બની છે. ગ્રામજનો, વન વિભાગ અને પોલીસની ટીમોએ અઢી કલાક સુધી શોધખોળ કરી, પરંતુ અંતે ત્રણ વર્ષના માસૂમ બાળકનો મૃતદેહ મળી આવ્યો.

શું બન્યું?
નવસારીના વાંસદા તાલુકાના ભીનાર ગામના કુંભાર ફળિયામાં દીપડાના હુમલામાં ત્રણ વર્ષના બાળકનું મોત થયું છે. રાત્રિના સમયે બનેલી ઘટનાથી ગામમાં શોકનો માહોલ છે. મળતી માહિતી પ્રમાણે બાળક શૌચક્રિયા માટે ઘર નજીક ગયો હતો. એ દરમિયાન દીપડાએ તેના પર હુમલો કર્યો અને તેને ઊંચકીને જંગલ તરફ લઈ ગયો. ઘટનાની જાણ થતાં ગ્રામજનોમાં અફરાતફરી મચી ગઈ હતી.

સરપંચે શું કહ્યું?
ભીનાર ગામના સરપંચ જિતેન્દ્રકુમાર રણજીતભાઈ પટેલે જણાવ્યું કે આશરે 8:12 વાગ્યે તેમને કુંભાર ફળિયામાંથી ફોન આવ્યો હતો કે શૌચક્રિયા માટે ગયેલા નાના બાળકને દીપડો ઊંચકીને લઈ ગયો છે. માહિતી મળતાં જ તેમણે વન વિભાગ અને પોલીસને જાણ કરી. ત્યારબાદ વન વિભાગ અને પોલીસની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને શોધખોળ શરૂ કરી.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!