ખરાબ હેલ્મેટથી મળશે છૂટકારો: કેન્દ્ર સરકારે રાજ્યોને આપ્યો કડક આદેશ!

ખરાબ હેલ્મેટ પર લગામ કસવા માટે સરકારે કડક પગલાં લીધા છે. 500થી વધુ હેલ્મેટ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું, જેમાં BIS સ્ટાન્ડર્ડ માર્કના દુરુપયોગના અનેક કેસ સામે આવ્યા. આ ક્રમમાં, દેશભરમાં 30થી વધુ સર્ચ એન્ડ સીઝ ઓપરેશન ચલાવવામાં આવ્યા.

નવી દિલ્હી, રવિવાર
ભારતીય રસ્તાઓ પર ટુવ્હીલર ચલાવતા લાખો લોકો માટે એક સારા સમાચાર છે. હવે તેમને લો-ક્વોલિટીવાળા હેલ્મેટથી છુટકારો મળશે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને ખરાબ ક્વોલિટીના હેલ્મેટ બનાવતી કંપનીઓ અને રિટેલર્સ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. જુલાઈ 5, 2025 જાહેર કરાયેલા એક ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં કન્ઝ્યુમર અફેર્સ ડિપાર્ટમેન્ટ અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ દેશભરના ગ્રાહકોને ફક્ત BIS-સર્ટિફાઇડ હેલ્મેટ જ વાપરવાની અપીલ કરી છે. આ ઉપરાંત, BIS સર્ટિફિકેશન વગર હેલ્મેટના મેન્યુફેક્ચરિંગ કે સેલ સામે પણ સખત કાર્યવાહી કરવા જણાવાયું છે.

ડ્રાઇવર્સની સુરક્ષા સર્વોપરી
કન્ઝ્યુમર અફેર્સ ડિપાર્ટમેન્ટ અનુસાર, ભારતમાં 21 કરોડથી વધુ ટુ-વ્હીલર્સ ચાલી રહ્યા છે, ત્યારે ડ્રાઇવર્સની સેફ્ટી સૌથી મહત્વપૂર્ણ છે. ડિપાર્ટમેન્ટે ફરીથી ભારપૂર્વક જણાવ્યું કે મોટર વ્હીકલ એક્ટ, 1988 હેઠળ ટુ-વ્હીલર ચાલકો માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે અને લો-ક્વોલિટી તથા ગેરકાયદેસર હેલ્મેટ વેચવા એ સીધી સુરક્ષા સાથે કોમ્પ્રોમાઇઝ કરવા બરાબર છે. સરકારે જણાવ્યું કે 2021થી એક ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર લાગુ છે, જે મુજબ ટુ-વ્હીલર ડ્રાઇવર્સ માટે ફક્ત ISI-માર્કવાળા હેલ્મેટ, જે BIS સ્ટાન્ડર્ડ્સ હેઠળ સર્ટિફાઇડ હોય, તે જ માન્ય ગણાય છે. જૂન 2025 સુધીમાં, દેશભરમાં 176 હેલ્મેટ મેન્યુફેક્ચરર્સ છે, જેમની પાસે માન્ય BIS લાઇસન્સ છે.

ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, રોડસાઇડ અને અનરેગ્યુલેટેડ દુકાનો પર વેચાતા અનેક હેલ્મેટમાં ફરજિયાત BIS સર્ટિફિકેશન હોતું નથી, જેના કારણે સામાન્ય ગ્રાહકોનો જીવ જોખમમાં મુકાય છે અને રોડ અકસ્માતોમાં મૃત્યુનું મોટું કારણ બને છે. ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ સુનિશ્ચિત કરવા માટે, BIS નિયમિતપણે ફેક્ટરીઓ અને માર્કેટ્સનું મોનિટરિંગ કરે છે અને નિયમોના ઉલ્લંઘન પર સર્ચ એન્ડ સીઝ ઓપરેશન ચલાવે છે.

લાયસન્સ રદ કરાયા, કાર્યવાહી તેજ બની
છેલ્લા ફિસ્કલ યર દરમિયાન ખરાબ હેલ્મેટ પર લગામ કસવા માટે સરકારે કડક પગલાં લીધા છે. 500થી વધુ હેલ્મેટ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું, જેમાં BIS સ્ટાન્ડર્ડ માર્કના દુરુપયોગના અનેક કેસ સામે આવ્યા. આ ક્રમમાં, દેશભરમાં 30થી વધુ સર્ચ એન્ડ સીઝ ઓપરેશન ચલાવવામાં આવ્યા. દિલ્હીમાં થયેલા એક મોટા ઓપરેશન હેઠળ, 9 હેલ્મેટ મેન્યુફેક્ચરર્સ પાસેથી 2,500થી વધુ ગેરકાયદેસર અને ખરાબ ક્વોલિટીના હેલ્મેટ જપ્ત કરવામાં આવ્યા. આ કંપનીઓના લાયસન્સ કાં તો એક્સપાયર થઈ ગયા હતા અથવા રદ કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત, 17 રિટેલ શોપ અને રોડસાઇડ વેન્ડર્સ પાસેથી લગભગ 500 લો-ક્વોલિટી હેલ્મેટ પણ જપ્ત કરવામાં આવ્યા.

આ પહેલા, કન્ઝ્યુમર અફેર્સ ડિપાર્ટમેન્ટે તમામ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર્સ અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ્સ ને પત્ર લખીને દેશવ્યાપી અભિયાન શરૂ કરવા અને નોન-કમ્પ્લાયન્સ વાળા હેલ્મેટ વેચનાર મેન્યુફેક્ચરર્સ અને દુકાનદારો પર કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા. આ સાથે જ, BISની લોકલ ઓફિસોને પોલીસ અને ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન સાથે સતત કોઓર્ડિનેશનમાં રહેવા અને કાર્યવાહીમાં એક્ટિવ રોલ ભજવવા જણાવાયું છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!