વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ ભારતમાં બનેલી ત્રણ ઓરલ લિક્વિડ દવાઓને લઈને વૈશ્વિક ચેતવણી (Global Warning) જાહેર કરી છે.

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ ભારતમાં બનેલી ત્રણ ઓરલ લિક્વિડ દવાઓને લઈને વૈશ્વિક ચેતવણી (Global Warning) જાહેર કરી છે. આ દવાઓ ‘સબસ્ટાન્ડર્ડ’ (ગુણવત્તાના ધોરણોથી નીચે) હોવાનું જણાયું છે અને તેમાં જીવલેણ રસાયણ ડાયથિલિન ગ્લાયકોલ (Diethylene Glycol – DEG) ની હાજરીની પુષ્ટિ થઈ છે. ભારતમાં આ દવાનું સેવન કરવાથી બાળકોના મૃત્યુના સ્થાનિક કેસ પણ નોંધાયા છે.
WHO એ 8 ઓક્ટોબર 2025 ના રોજ ભારતની કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ સંગઠન (CDSCO) પાસેથી મળેલા રિપોર્ટના આધારે આ મેડિકલ પ્રોડક્ટ એલર્ટ જારી કર્યું છે. CDSCO એ 30 સપ્ટેમ્બરે WHO દ્વારા ભારતમાં બાળકોની ગંભીર બીમારીઓ અને મૃત્યુના કેસોની ઓળખ કર્યા બાદ આ પગલું લીધું હતું.
દૂષિત (Contaminated) જણાયેલી આ ત્રણેય ઓરલ લિક્વિડ દવાઓ સામાન્ય શરદી, ફ્લૂ અથવા ઉધરસના લક્ષણોમાં રાહત આપવા માટે ઉપયોગમાં લેવાતા સક્રિય ઘટકો ધરાવે છે. WHO એ તમામ દેશોને આ દૂષિત દવાઓનું વેચાણ બંધ કરવા અને જોખમની ઓળખ કરવા માટે પગલાં લેવા વિનંતી કરી છે, કારણ કે DEGનું સેવન કિડનીને નુકસાન પહોંચાડી શકે છે અને જીવલેણ પણ સાબિત થઈ શકે છે. WHO એ અસરગ્રસ્ત સિરપ અને તેની ઉત્પાદક કંપનીઓની ઓળખ જાહેર કરી છે.











