ભારતીય સેનાના ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ (DGMO) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ મંગળવારે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાનને થયેલા ભારે નુકસાન અંગે મોટો ખુલાસો કર્યો છે.

ભારતીય સેનાના ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ (DGMO) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ મંગળવારે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાનને થયેલા ભારે નુકસાન અંગે મોટો ખુલાસો કર્યો છે.
લેફ્ટિનન્ટ જનરલ ઘઈએ જણાવ્યું કે, પાકિસ્તાને અજાણતાં 14 ઓગસ્ટના રોજ મરણોત્તર પુરસ્કારોની જે યાદી જાહેર કરી હતી, તેના પરથી સ્પષ્ટ થાય છે કે નિયંત્રણ રેખા (LoC) પર તેને 100 થી વધુ સૈન્ય કર્મચારીઓનું નુકસાન થયું હતું. વધુમાં, તેમણે એર ચીફ માર્શલ એ.પી. સિંહ દ્વારા આપવામાં આવેલી માહિતીને ટાંકીને જણાવ્યું કે મે મહિનામાં થયેલા સંઘર્ષ દરમિયાન પાકિસ્તાને લગભગ 12 એરક્રાફ્ટ ગુમાવ્યા હતા.
આ નુકસાનમાં એક C-130 ક્લાસનું એરક્રાફ્ટ, એક AEW&C (એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કંટ્રોલ) અને ચારથી પાંચ ફાઇટર જેટ્સનો સમાવેશ થાય છે. DGMO એ જણાવ્યું કે દુનિયાનો સૌથી લાંબો ગ્રાઉન્ડ-ટુ-એર કિલ 300 કિલોમીટરથી વધુ અંતરે થયો હતો. તેમણે એ પણ ભારપૂર્વક જણાવ્યું કે ભારતીય વાયુસેનાના સચોટ હુમલાઓને કારણે પાકિસ્તાનના ઠેકાણાઓ પર મોટું નુકસાન થયું હતું, જ્યારે પાકિસ્તાનના ડ્રોન હુમલા સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા હતા.











