5 વિકેટ લીધા બાદ જસપ્રીત બુમરાહ કેમ ભડક્યા? જાણો શું કહ્યું ‘બુમ બુમ’ બુમરાહે!

મેચ બાદ જ્યારે જસપ્રીત બુમરાહને બીજી ટેસ્ટ ન રમવા પર થયેલી ટીકાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, તમામ લોકો મારા દ્વારા પૈસા કમાઈ રહ્યા છે.

અમદાવાદ, શનિવાર
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે લોર્ડ્સ ટેસ્ટમાં 5 વિકેટ લઈને ધમાકેદાર પરફોર્મન્સ આપ્યું હતું. આ શાનદાર પ્રદર્શન બાદ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કેટલાક ચોંકાવનારા નિવેદનો આપ્યા, જેનાથી ક્રિકેટ જગતમાં ચર્ચાઓ તેજ બની છે. બુમરાહે કહ્યું કે તમામ લોકો મારા દ્વારા પૈસા કમાઈ રહ્યા છે. મને દુઆ આપશે. જ્યાં સુધી જર્સી પહેરી છે ત્યાં સુધી લોકો મને જજ કરશે જ.

લોર્ડ્સમાં બુમરાહનો જાદુ અને પાંચ વિકેટનો પંચ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં જસપ્રીત બુમરાહના દમદાર બોલિંગ પર્ફોર્મન્સના કારણે ભારતીય ટીમ ઇંગ્લેન્ડને 387 રનના સ્કોર પર અટકાવવામાં સફળ રહી. બુમરાહે હેરી બ્રુક, બેન સ્ટોક્સ અને જો રૂટ જેવી મોટી વિકેટો ઉપરાંત ક્રિસ વોક્સ અને જોફ્રા આર્ચરને પણ પેવેલિયન ભેગા કર્યા. આ પાંચ વિકેટ સાથે જ બુમરાહે લોર્ડ્સ ઓનર્સ બોર્ડ પર પોતાનું નામ નોંધાવી ઇતિહાસ રચ્યો. જોકે, બીજી ટેસ્ટ મેચમાં તેમને રેસ્ટ આપવાને લઈને ઘણી ટીકાઓ થઈ હતી, જેના પર તેમણે ખુલીને વાત કરી.

જ્યાં સુધી જર્સી પહેરી છે ત્યાં સુધી જજ કરશે…
મેચ બાદ જ્યારે જસપ્રીત બુમરાહને બીજી ટેસ્ટ ન રમવા પર થયેલી ટીકાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, તમામ લોકો મારા દ્વારા પૈસા કમાઈ રહ્યા છે. મને દુઆ આપશે. જ્યાં સુધી જર્સી પહેરી છે ત્યાં સુધી લોકો મને જજ કરશે જ. સચિન સરે તો 200 ટેસ્ટ રમી છતાં પણ તેમને જજ કરવામાં આવે છે. બુમરાહના આ નિવેદનોથી સ્પષ્ટ થાય છે કે પ્રોફેશનલ સ્પોર્ટ્સમાં ખેલાડીઓને સતત પરફોર્મન્સના આધારે જજ કરવામાં આવે છે, પછી ભલે તે કેટલો પણ મોટો સ્ટાર હોય.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!