વિજય રુપાણીએ વિમાન દુર્ઘટના પહેલા કેમ બે વાર ટિકિટ કરાવી હતી કેન્સલ ? શું કારણ હતુ ચાલો જાણીએ

પહેલી વાર, તેઓ 1 જૂને તેમની પત્ની સાથે લંડન જવાના હતા : પણ કોઈ કારણોસર તેમણે પોતે પ્રવાસ ન કર્યો અને ફક્ત તેમની પત્નીને મોકલી

વિજય રુપાણીએ વિમાન દુર્ઘટના પહેલા કેમ બે વાર ટિકિટ કરાવી હતી કેન્સલ

અમદાવાદ, રવિવાર : અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ મૃત્યુ થયું છે. વિજય રૂપાણીના મૃત્યુ પછી, તેમના દુઃખદ સંયોગોને લઈને ચર્ચા થઈ રહી છે. રૂપાણી આ પ્લેનમાં દુર્ભાગ્યપૂર્ણ સવાર થયા અને કાળ તેમની ભરખી ગયો. આ રૂપાણીની લંડનની ત્રીજી ટિકિટ હતી. તેમણે અલગ અલગ કારણોસર બે વાર ટિકિટ રદ કરી હતી. બધું કામ પૂર્ણ થયા પછી, આખરે તેમણે 12 જૂને બોઇંગ 787 ડ્રીમલાઇનર AI-171 માટે ટિકિટ લીધી, પરંતુ તે ક્રેશ થઈ ગઈ અને તેમા જ તેમનું મૃત્યુ થઈ ગયું ત્યારે વિજય રુપાણીએ અગાઉને બે ટીકિટ કેમ કેન્સલ કરી હતી તેનું શું કારણ હતુ ચાલો જાણીએ

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમની પુત્રીને મળવા લંડન જવા માંગતા હતા. પરંતુ તેમણે આ પ્રવાસ બે વાર મુલતવી રાખ્યો. પહેલી વાર, તેઓ 1 જૂને તેમની પત્ની સાથે લંડન જવાના હતા, પણ કોઈ કારણોસર તેમણે પોતે પ્રવાસ ન કર્યો અને ફક્ત તેમની પત્નીને મોકલી.બીજી વાર તેમણે 5 જૂને લંડન જવાની યોજના બનાવી હતી, પરંતુ લુધિયાણા પશ્ચિમ વિધાનસભા પેટાચૂંટણીને કારણે, તેમણે ફરીથી તેમનો પ્રવાસ મુલતવી રાખવો પડ્યો. તમને જણાવી દઈએ કે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલમાં પંજાબ ભાજપના પ્રભારી હતા અને પેટાચૂંટણી માટે પાર્ટીની તૈયારીઓનું નિરીક્ષણ કરી રહ્યા હતા.ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે આ બેઠક ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવતી હતી, તેથી તેમણે લુધિયાણામાં રહેવું જરૂરી માન્યું. લુધિયાણા પશ્ચિમ વિધાનસભા બેઠક માટે 19 જૂને મતદાન થશે અને પરિણામો 23 જૂને જાહેર કરવામાં આવશે. ત્યારે આ ચૂંટણી થાય કે દીકરી અને પત્નીને મળવા જાય તે પહેલા જ પ્લેન દુર્ઘટનામાં વિજય રુપાણી મૃત્યું પામ્યા.પંજાબ ભાજપના વરિષ્ઠ ઉપાધ્યક્ષ સુભાષ શર્માએ જણાવ્યું હતું કે, “વિજય રૂપાણી 9 જૂને ગુજરાત જવા રવાના થયા હતા અને તેમણે અમને કહ્યું હતું કે તેઓ 12 જૂને લંડન જશે. અમને વિશ્વાસ નથી થઈ રહ્યો કે તેઓ હવે આપણી વચ્ચે નથી અને તે જ કમનસીબ વિમાનમાં હતા જે અકસ્માતનો ભોગ બન્યા હતો.” પંજાબ ભાજપ પ્રમુખ સુનીલ જાખરે પણ રૂપાણીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો.

Weu Network
Author: Weu Network

Leave a Comment

Read More

error: Content is protected !!