પેથાપુરમાં બુલડોઝર ફરશે? 115 દબાણકારોને ફટકારી અંતિમ નોટિસ, 7 દિવસનું અલ્ટિમેટમ!

ગાંધીનગરના પેથાપુરમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદે દબાણ મામલે તંત્ર એક્શનમાં. GEB પાછળ 115 લોકોને ફટકારાઈ અંતિમ નોટિસ. 7 દિવસમાં પુરાવા રજૂ નહિ કરાય તો લેવાશે કડક પગલાં. જાણો સમગ્ર મામલો.

ગાંધીનગર, શનિવાર
ગાંધીનગરના પેથાપુર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદે દબાણોને લઈને મહાનગરપાલિકા હવે આકરા પાણીએ જોવા મળી રહી છે. તંત્ર દ્વારા આ દબાણોને દૂર કરવા માટે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

115 લોકોને ફટકારાઈ ફાઇનલ નોટિસ
મળતી માહિતી મુજબ, પેથાપુરમાં ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ (GEB) ઓફિસની પાછળ આવેલી નદી કાંઠાની સરકારી જમીન પર મોટા પ્રમાણમાં ગેરકાયદે બાંધકામો થયા છે. આ મામલે ગાંધીનગર મહાનગરપાલિકાની ઉત્તર ઝોન એસ્ટેટ શાખાએ 115 લોકોને ફાઇનલ નોટિસ ફટકારી છે. આ નોટિસમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે તેઓ 7 દિવસની અંદર પોતાના બાંધકામના માલિકી હક્કના કે કાયદેસર હોવાના પુરાવા રજૂ કરે.

પુરાવા નહીં તો કાર્યવાહી નક્કી
તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે જો 7 દિવસની સમયમર્યાદામાં કોઈ સંતોષકારક પુરાવા રજૂ કરવામાં નહીં આવે, તો આ દબાણોને દૂર કરવા માટે કડક પગલાં લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ 22 ઓગસ્ટ, 2025ના રોજ આ જ લોકોને નોટિસ આપવામાં આવી હતી, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી ન થતાં હવે આખરી ચેતવણી આપવામાં આવી છે. મનપાના આ કડક વલણને કારણે દબાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!