પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી. વાળા દ્વારા LCB-1 ની ટીમોને પેટ્રોલિંગ અને રેઇડ માટે ખાસ સૂચના આપવામાં આવી હતી.

ગાંધીનગર, શનિવાર
ગાંધીનગર જિલ્લામાં પ્રોહીબિશન અને જુગારની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે ગાંધીનગર રેન્જના વડા વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીના કડક આદેશ બાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કલોલ તાલુકાના નારદીપુર મેઢાવાસમાં ચાલતા જુગારધામ પર સફળતાપૂર્વક દરોડા પાડવામાં આવ્યો હતો. આ ઓપરેશનમાં કુલ 7 જુગારીઓને રોકડ રકમ, મોબાઈલ ફોન અને વાહનો સહિત 96,640 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.
ઓપરેશનની વિગતો
પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી. વાળા દ્વારા LCB-1 ની ટીમોને પેટ્રોલિંગ અને રેઇડ માટે ખાસ સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના ભાગરૂપે, LCB-1 કચેરીના એ.એસ.આઈ. ધર્મેન્દ્રસિંહ રાજુસિંહ અને અ.પો.કો. રાજવીરસિંહ અત્તરસિંહ ને મળેલી ચોક્કસ બાતમીના આધારે, પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. ગઢવીએ પોતાની ટીમ સાથે નારદીપુર મેઢાવાસ, કસુંબલમાતાની ભાગોળ ખાતે કનુભાઈ લલ્લુભાઈ પટેલના રહેણાંક મકાનમાં જુગાર અંગે રેઇડ કરી હતી.
ઝડપાયેલા આરોપીઓ
કનુભાઈ લલ્લુભાઈ પટેલ (રહે. મેઢાવાસ, કસુંબલમાતાની ભાગોળ, નારદીપુર, તા. કલોલ, જી. ગાંધીનગર)
વિપુલસિંહ કિરીટસિંહ વાઘેલા (રહે. દરબારવાસ, નારદીપુર, તા. કલોલ, જી. ગાંધીનગર)
રણજીતસિંહ ભગવાનસિંહ વાઘેલા (રહે. ગામ નારદીપુર વાઘેલા વાસ, તા. કલોલ, જી. ગાંધીનગર)
દશરથભાઈ પ્રહલાદભાઈ પટેલ (રહે. ગામ નારદીપુર મેઢાવાસ, તા. કલોલ, જી. ગાંધીનગર)
અશોકકુમાર બાબુલાલ બારોટ (રહે. ગામ કાકા નું તારાપુર, બારોટવાસ, તા.જી. ગાંધીનગર)
સલીમભાઈ બસ્તીભાઈ ખોખર (રહે. ગામ નારદીપુર કસ્બામાં, તા. કલોલ, જી. ગાંધીનગર)
લાલસિંહ દિલીપસિંહ વાઘેલા (રહે. ગામ નારદીપુર વાઘેલા વાસ, તા. કલોલ, જી. ગાંધીનગર)
જપ્ત કરાયેલો મુદ્દામાલ
દાવ પરથી જપ્ત કરાયેલ રોકડ રકમ: 2,600
આરોપીઓની અંગઝડતીમાંથી મળી આવેલ રોકડ રકમ: 25,540
મોબાઈલ ફોન: 5 નંગ, કિંમત 18,500
જુગારમાં ઉપયોગમાં લેવાયેલ છૂટા ગંજીપાના: 52 નંગ
જુગાર રમવા માટેના ગંજીપાનાની નવી કીટ: 12 નંગ
ગોદડી: 1 નંગ
હીરો સ્પ્લેન્ડર બાઈક (GJ 18 DF 8533): કિંમત 25,000
હોન્ડા શાઇન બાઈક (GJ 18 DM 0298): કિંમત 25,000











