આજે એકતાનગરમાં યોજાશે 72મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ્સ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે થશે સન્માન

નેશનલ ફિલ્મ એવોર્ડના ૭૨ વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર દિલ્હી બહાર ગુજરાતના એકતાનગરમાં આજે ૭૨મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ્સ યોજાશે, જ્યાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે વિજેતાઓને સન્માનિત કરવામાં આવશે.

ગુજરાત આજે ભારતીય સિનેમા જગતના સૌથી પ્રતિષ્ઠિત એવા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહનું ઐતિહાસિક સાક્ષી બનવા જઈ રહ્યું છે. નર્મદા જિલ્લાના એકતાનગર (કેવડિયા) ખાતે આજે ૨૨ સપ્ટેમ્બરના રોજ સાંજે ૪ વાગ્યાથી ૭૨મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની વિશેષ ઉપસ્થિતિમાં યોજાનારા આ સમારોહમાં બોલિવૂડ, સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી તેમજ દેશભરના દિગ્ગજ કલાકારો અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ સમારોહમાં દાદાસાહેબ ફાળકે પુરસ્કાર સહિત કુલ ૯૨ વિજેતાઓને સન્માનિત કરવામાં આવશે.

૭૨ વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર દિલ્હી બહાર એવોર્ડ સમારોહ

  • ગુજરાત કરી રહ્યું છે યજમાની: વર્ષ ૧૯૫૪થી શરૂ થયેલા નેશનલ ફિલ્મ એવોર્ડના ૭૨ વર્ષના ભવ્ય ઈતિહાસમાં આ પહેલો અવસર છે જ્યારે એવોર્ડ સમારોહ દિલ્હીની બહાર યોજાઈ રહ્યો છે. આ ગૌરવવંતી ક્ષણની યજમાની ગુજરાત રાજ્ય કરી રહ્યું છે.

  • ખાસ તૈયારીઓ: આ ભવ્ય આયોજન માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતાનગર) ખાતે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન વડોદરા પહોંચ્યા બાદ બાય રોડ એકતાનગર ખાતે આવી પહોંચ્યા છે, જ્યાં તંત્ર દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!