આઠમા પગારપંચના અમલીકરણમાં સંભવિત વિલંબના કારણે કેન્દ્ર સરકારના કર્મચારીઓને ફિટમેન્ટ ફેક્ટરના આધારે આશરે ૧૮ લાખ રૂપિયા સુધીનું એરિયર્સ મળી શકે છે.

કેન્દ્ર સરકારના કર્મચારીઓ લાંબા સમયથી આઠમા પગારપંચની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન પગારપંચના ગ્રાઉન્ડ લેવલ પર કામકાજ શરૂ થઈ ચૂક્યું છે. દેશના અનેક શહેરોમાં કર્મચારીઓ તથા કેન્દ્રના ઉચ્ચ અધિકારીઓની ટીમ વિવિધ કચેરીઓની મુલાકાત લઈ રહી છે. જોકે, વેતન આયોગ લાગુ થવામાં થોડો વિલંબ થઈ શકે છે, જેના કારણે કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોટો આર્થિક લાભ મળી શકે તેવી સંભાવના છે.
ફિટમેન્ટ ફેક્ટર અને એરિયર્સની મુખ્ય બાબતો
-
એરિયર્સની મોટી રકમ: આઠમા પગારપંચનો અહેવાલ જાહેર કરવામાં અને તેને લાગુ કરવામાં જો ૨૦ થી ૨૪ મહિનાનો વિલંબ થાય, તો લેવલ ૬ થી ૮ ના કર્મચારીઓને ૨.૧૫, ૨.૨૮ અને ૨.૫૭ ના ફિટમેન્ટ ફેક્ટરના આધારે આશરે ૧૮ લાખ રૂપિયા સુધીનું એરિયર્સ (બાકી નીકળતી રકમ) મળી શકે છે. આનાથી કર્મચારીઓના હાથમાં એકસાથે મોટી રકમ આવી શકે છે.
-
ફિટમેન્ટ ફેક્ટરની માંગ: કર્મચારીઓની એવી માંગ છે કે ફિટમેન્ટ ફેક્ટરમાં યોગ્ય ફેરફાર કરવામાં આવે, જેના પર હજુ સત્તાવાર નિર્ણય સ્પષ્ટ નથી. ફિટમેન્ટ ફેક્ટરની સીધી અસર કર્મચારીના બેઝિક પગાર, મોંઘવારી ભથ્થા (DA) અને એરિયર્સ પર પડે છે.
-
મોંઘવારી ભથ્થા (DA) માં વધારો: મોંઘવારી ભથ્થું કર્મચારીના મૂળ પગારની ટકાવારી તરીકે ગણવામાં આવે છે. નવા પગાર પંચ હેઠળ પગારમાં વધારો થતાની સાથે જ ડીએની રકમમાં પણ આપમેળે મોટો વધારો જોવા મળશે.











