નવરાત્રિના બીજા દિવસે મા બ્રહ્મચારિણીની ઉપાસનાનું વિશેષ મહત્વ છે. આ સ્પેશિયલ આર્ટિકલમાં જાણો તેમની પ્રેરણાદાયક કથા, સંપૂર્ણ આરતી અને શક્તિશાળી મંત્ર, જેના જાપથી દરેક કાર્યોમાં સફળતા મળે છે.

અમદાવાદ, મંગળવાર
Navratri 2025, Day 2: શારદીય નવરાત્રિનો આજે બીજો દિવસ છે. આ દિવસે મા દુર્ગાના બીજા સ્વરૂપ, દેવી બ્રહ્મચારિણીની પૂજા અને આરાધના કરવામાં આવે છે. ‘બ્રહ્મ’ શબ્દનો અર્થ છે ‘તપસ્યા’ અને ‘ચારિણી’નો અર્થ છે ‘આચરણ કરનારી’. આમ, મા બ્રહ્મચારિણી એટલે તપનું આચરણ કરનારા દેવી. એવી માન્યતા છે કે જે પણ ભક્ત સાચા મનથી તેમની પૂજા કરે છે, તેને પોતાના દરેક કાર્યમાં સફળતા અને વિજય પ્રાપ્ત થાય છે.
આ પાવરફુલ મંત્રનો જાપ કરો
જો તમે કોઈ ખાસ કાર્યમાં સફળતા મેળવવા માંગો છો, તો આજે દેવી બ્રહ્મચારિણીના વિશેષ મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ. ‘ૐ ઐં હ્રીં ક્લીં બ્રહ્મચારિણ્યૈ નમ:’ – આ મંત્રનો ઓછામાં ઓછો એક માળા, એટલે કે 108 વાર જાપ કરવાથી તમારા કાર્યોમાં આવતા અવરોધો દૂર થાય છે અને જીત સુનિશ્ચિત થાય છે. પૂજાની સાથે માતાજીની આરતી કરવાનું બિલકુલ ભૂલશો નહીં.
મા બ્રહ્મચારિણીની કથા
પૌરાણિક કથા અનુસાર, મા બ્રહ્મચારિણીએ ભગવાન શંકરને પતિ સ્વરૂપે મેળવવા માટે નારદજીના ઉપદેશથી કઠોર તપસ્યા કરી હતી. આ કારણે જ તેમને ‘તપશ્ચારિણી’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
તેમણે હજારો વર્ષો સુધી માત્ર જમીન પર પડેલા બીલીપત્રો ખાઈને ભગવાન શિવની આરાધના કરી હતી. સમય જતાં તેમણે બીલીપત્ર ખાવાનું પણ છોડી દીધું, જેના કારણે તેમનું એક નામ ‘અપર્ણા’ પણ પડ્યું. તેમની આ કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને દેવતાઓએ તેમને મનોવાંચ્છિત ફળ મળવાના આશીર્વાદ આપ્યા. દેવીનું આ સ્વરૂપ આપણને સંદેશ આપે છે કે જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ હોય, પરિશ્રમ અને દ્રઢ નિશ્ચયથી ક્યારેય હાર માનવી જોઈએ નહીં.
મા બ્રહ્મચારિણીનું સ્વરૂપ
શ્વેત વસ્ત્રો ધારણ કરેલા મા બ્રહ્મચારિણીના જમણા હાથમાં જપમાળા અને ડાબા હાથમાં કમંડળ શોભે છે. તેમની પૂજા કરવાથી વ્યક્તિમાં ત્યાગ, તપ અને સંયમ જેવી શક્તિઓનો વિકાસ થાય છે.
મા બ્રહ્મચારિણીની આરતી
જય અંબે બ્રહ્મચારિણી માતા।
જય ચતુરાનન પ્રિય સુખ દાતા।
બ્રહ્માજી કે મન ભાતી હો।
જ્ઞાન સભી કો સિખલાતી હો।
બ્રહ્મા મંત્ર હૈ જાપ તુમ્હારા।
જિસકો જપે સકલ સંસારા।
જય ગાયત્રી વેદ કી માતા।
જો મન નિસ દિન તુમ્હેં ધ્યાતા।
કમી કોઈ રહને ન પાએ।
કોઈ ભી દુઃખ સહને ન પાએ।
ઉસકી વિરતિ રહે ઠિકાને।
જો તેરી મહિમા કો જાને।
રુદ્રાક્ષ કી માલા લે કર।
જપે જો મંત્ર શ્રદ્ધા દે કર।
આલસ છોડ કરે ગુણગાના।
માઁ તુમ ઉસકો સુખ પહુંચાના।
બ્રહ્મચારિણી તેરો નામ।
પૂર્ણ કરો સબ મેરે કામ।
ભક્ત તેરે ચરણો કા પુજારી।
રખના લાજ મેરી મહતારી।










