ભારત 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરશે, અમદાવાદમાં યોજાશે આ કોમનવેલ્થ ગેમ્સ!

કોમનવેલ્થ સ્પોર્ટ્સના એક્ઝિક્યુટિવ બોર્ડ (Executive Board) એ 2030ની આ ગેમ્સની યજમાની માટે ભારતના અમદાવાદ શહેરની સત્તાવાર ભલામણ કરી છે.

ભારતને વર્ષ 2030ના કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games) ની યજમાની મળવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. કોમનવેલ્થ સ્પોર્ટ્સના એક્ઝિક્યુટિવ બોર્ડ (Executive Board) એ 2030ની આ ગેમ્સની યજમાની માટે ભારતના અમદાવાદ શહેરની સત્તાવાર ભલામણ કરી છે.

કોમનવેલ્થ સ્પોર્ટ્સના નિવેદન અનુસાર, હવે અમદાવાદના નામનો પ્રસ્તાવ તમામ પૂર્ણ સભ્ય દેશો સમક્ષ મૂકવામાં આવશે. યજમાની અંગેનો અંતિમ નિર્ણય (Final Decision) 26 નવેમ્બર 2025ના રોજ ગ્લાસગો (Glasgow) માં યોજાનારી કોમનવેલ્થ સ્પોર્ટ્સ જનરલ એસેમ્બલીમાં લેવામાં આવશે.

જો નવેમ્બર 2025માં જનરલ એસેમ્બલી દ્વારા અમદાવાદને મંજૂરી મળી જાય છે, તો તે 2010માં નવી દિલ્હી બાદ કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરનાર ભારતનું બીજું શહેર બની જશે. 2030માં યોજાનારી આ ગેમ્સ કોમનવેલ્થ ગેમ્સની 24મી આવૃત્તિ હશે અને તે આ ગેમ્સની 100મી વર્ષગાંઠ (100th Anniversary) પણ હશે. પહેલું આયોજન 1930માં કેનેડાના ઓન્ટારિયોમાં થયું હતું. યજમાની માટે નાઇજીરિયાએ પણ દાવેદારી નોંધાવી હતી. અમદાવાદને ભલામણ મળતા ભારતમાં રમતગમત ક્ષેત્રે ઉત્સાહનું મોજું ફરી વળ્યું છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!