ગુજરાત કેબિનેટમાં મેગા ઓપરેશન: 10 દિગ્ગજોની વિદાય, અર્જુન મોઢવાડિયા સહિત 19 નવા ચહેરાઓને એન્ટ્રી, જુઓ સંપૂર્ણ યાદી

ગુજરાત સરકારમાં મોટો ફેરફાર! મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળનું વિસ્તરણ થયું. 10 જૂના મંત્રીઓનું પત્તું કપાયું અને 19 નવા ચહેરાઓને સ્થાન મળ્યું. જાણો કોણ અંદર અને કોણ બહાર, વાંચો સંપૂર્ણ વિગતવાર યાદી.

ગાંધીનગર, શુક્રવાર
ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી સરકારે એક મોટો રાજકીય દાવ રમ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ શુક્રવારે, 17 ઓક્ટોબરના રોજ, મંત્રીમંડળનું મોટા પાયે વિસ્તરણ કરવામાં આવ્યું છે. આ ફેરબદલ એટલા માટે પણ મહત્વનો છે કારણ કે ગુરુવારે, 16 ઓક્ટોબરના રોજ, રાજ્યના 16 મંત્રીઓએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નવા મંત્રીઓનો શપથવિધિ સમારોહ યોજાશે, જેના માટે 26 મંત્રીઓની નવી યાદી જાહેર થઈ છે.

આ નવા મંત્રીમંડળમાં અનુભવ અને યુવા જોશ વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં 19 જેટલા નવા ચહેરાઓને તક આપવામાં આવી છે, જ્યારે 10 જેટલા જૂના અને અનુભવી મંત્રીઓને પડતા મૂકવામાં આવ્યા છે.

આ દિગ્ગજોનું પત્તું કપાયું
આગામી ચૂંટણી અને સંગઠનની રણનીતિને ધ્યાનમાં રાખીને જે 10 મંત્રીઓને નવા મંત્રીમંડળમાં સ્થાન નથી મળ્યું, તેમની યાદી નીચે મુજબ છે:

* બળવંતસિંહ રાજપૂત (સિદ્ધપુર)
* રાઘવજી પટેલ (જામનગર ગ્રામ્ય)
* બચુ ખાબડ (દેવગઢ બારિયા)
* મૂળુ બેરા (ખંભાળિયા)
* કુબેર ડિંડોર (સંતરામપુર)
* મુકેશ પટેલ (ઓલપાડ)
* ભીખુસિંહ પરમાર (મોડાસા)
* કુંવરજી હળપતિ (માંડવી- સુરત)
* જગદીશ વિશ્વકર્મા (નિકોલ)
* ભાનુબહેન બાબરિયા (રાજકોટ ગ્રામ્ય)

મંત્રીમંડળમાં 19 નવા ચહેરાઓનો સમાવેશ
ભાજપે આ વિસ્તરણમાં નવા અને યુવા ધારાસભ્યો પર ભરોસો મૂક્યો છે. પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા સહિત કુલ 19 નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન આપીને પાર્ટીએ સૌને ચોંકાવી દીધા છે. નવા મંત્રીઓની સંપૂર્ણ યાદી નીચે મુજબ છે:

* દર્શના વાઘેલા (અસારવા)
* મનીષા વકીલ (વડોદરા શહેર)
* રિવાબા જાડેજા (જામનગર ઉત્તર)
* સ્વરૂપજી ઠાકોર (વાવ)
* જીતુ વાઘાણી (ભાવનગર પશ્ચિમ)
* કાંતિ અમૃતિયા (મોરબી)
* કૌશિક વેકરિયા (અમરેલી)
* રમેશ કટારા (ફતેપુરા)
* ત્રિકમ છાંગા (અંજાર)
* ઈશ્વરસિંહ પટેલ (અંકલેશ્વર)
* રમણ સોલંકી (બોરસદ)
* સંજયસિંહ મહિડા (મહુધા- ખેડા)
* પ્રવીણ માળી (ડીસા)
* પ્રદ્યુમન વાઝા (કોડીનાર)
* નરેશ પટેલ (ગણદેવી)
* પી.સી. બરંડા (ભીલોડા)
* કમલેશ પટેલ (પેટલાદ)
* અર્જુન મોઢવાડિયા (પોરબંદર)
* ઈશ્વરસિંહ પટેલ (અંકલેશ્વર)

આ મોટા ફેરફાર સાથે, ભાજપ 2027ની ચૂંટણી માટે એક નવી ટીમ અને નવી ઉર્જા સાથે મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આ નવું મંત્રીમંડળ જનતાની અપેક્ષાઓ પર કેટલું ખરું ઉતરે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!