પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદી તણાવ ફરી એકવાર ઉગ્ર બન્યો છે. શુક્રવારે બંને દેશો 48 કલાકના યુદ્ધવિરામ (Ceasefire) ને પરસ્પર સહમતિથી આગળ વધારવા માટે સહમત થયા હતા

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદી તણાવ ફરી એકવાર ઉગ્ર બન્યો છે. શુક્રવારે બંને દેશો 48 કલાકના યુદ્ધવિરામ (Ceasefire) ને પરસ્પર સહમતિથી આગળ વધારવા માટે સહમત થયા હતા. જોકે, આ સહમતિના થોડા જ કલાકો બાદ તાલિબાન (Taliban) એ પાકિસ્તાન પર અફઘાનિસ્તાનના પક્તિકા (Paktika) પ્રાંતમાં એર સ્ટ્રાઇક કરવાનો આરોપ લગાવ્યો છે.
તાલિબાનના જણાવ્યા અનુસાર, પાકિસ્તાને ડ્યુરન્ડ લાઇન (Durand Line) થી જોડાયેલા પક્તિકા પ્રાંતના અરગુન અને બર્મલ જિલ્લાઓમાં અનેક ઘરો પર હવાઈ હુમલા (Air Strikes) કર્યા હતા. જોકે, આ હુમલાઓમાં જાનહાનિના કોઈ અહેવાલની પુષ્ટિ થઈ નથી.
આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે બંને પક્ષો વચ્ચે ચાલી રહેલા ગતિરોધને શાંત કરવા માટે દોહા (Doha) માં શાંતિ વાટાઘાટો (Peace Talks) ની તૈયારીઓ ચાલી રહી છે. અહેવાલો મુજબ, પાકિસ્તાનનું પ્રતિનિધિમંડળ વાટાઘાટો માટે કતારની રાજધાની દોહા પહોંચી ગયું છે, જ્યારે અફઘાન પ્રતિનિધિમંડળ શનિવારે ત્યાં પહોંચવાની અપેક્ષા છે. આ એર સ્ટ્રાઇકથી શાંતિ વાટાઘાટો પર માઠી અસર પડવાની સંભાવના છે.











