90ના દાયકાના સુપરસ્ટાર ગોવિંદા આજે પણ તેમના ચાહકોના પ્રિય છે, અને તેમની પત્ની સુનીતા આહુજા સાથેની તેમની જોડી ચાહકોને ખૂબ ગમે છે.

90ના દાયકાના સુપરસ્ટાર ગોવિંદા આજે પણ તેમના ચાહકોના પ્રિય છે, અને તેમની પત્ની સુનીતા આહુજા સાથેની તેમની જોડી ચાહકોને ખૂબ ગમે છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી તેમના છૂટાછેડાની અફવાઓ સતત ચર્ચામાં રહે છે. હવે, અભિનેતાની પત્ની સુનીતા આહુજાએ એક પોડકાસ્ટમાં ખુલને વાત કરી છે અને જણાવ્યું છે કે ગોવિંદાએ અન્ય લોકોની વાતો સાંભળવાનું બંધ કરી દેવું જોઈએ, કારણ કે તેઓ તેમને ખોટી સલાહ આપે છે.
ગોવિંદાના ‘ચમચાઓ’ પર સુનીતા કેમ ભડક્યાં?
સુનીતા આહુજાએ અભિનેતા પારસ છાબરાના પોડકાસ્ટ ‘અબ્રા કા ડબરા શો’ પર ગોવિંદાને લઈને ઘણી અંગત વાતો શેર કરી. તેમણે ગોવિંદાના કથિત અફેરની અફવાઓ પર પણ પ્રતિક્રિયા આપી. સુનીતાએ ખાસ કરીને ગોવિંદાની આસપાસ રહેલા તેમના ‘ચમચાઓ’ (ખુશામતખોરો) અને સલાહકારોને લઈને ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, આ લોકો ગોવિંદાને મૂર્ખ બનાવે છે અને ભયંકર સલાહ આપે છે, જેના કારણે ગોવિંદા પોતાનું જ સાંભળતા નથી.
સુનીતાએ ગોવિંદાની આસપાસ રહેલા જ્યોતિષો અને પંડિતો વિશે પણ જણાવ્યું કે, તેઓ માત્ર પૂજા કરાવવાના નામે ૨ લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરાવે છે. સુનીતાનું માનવું છે કે, “ભગવાન માત્ર એ જ પ્રાર્થના સ્વીકારશે જે તમે જાતે કરો છો. આ કરાવાયેલા પૂજા-પાઠ કોઈ કામના નથી.”
વજન ઘટાડવા અને સારો દેખાવ કરવાની ઈચ્છા
અભિનેતાના વધતા વજન અને બગડતી ત્વચા વિશે ચિંતા વ્યક્ત કરતાં સુનીતાએ કહ્યું, “હવે છીછી (ગોવિંદાનું હુલામણું નામ)ને વજન ઘટાડવું પડશે અને સારું દેખાવું પડશે. તેમની ત્વચા પણ ખરાબ થઈ ગઈ છે. તેમણે પોતાનું ધ્યાન રાખવું જોઈએ, એ જ મારી ઈચ્છા છે.”











