પાકિસ્તાનના પ્રવાસે ગયેલી શ્રીલંકાની ક્રિકેટ ટીમના આઠ ખેલાડીઓ ગુરુવારે (13 નવેમ્બર, 2025) સ્વદેશ પરત ફરવાની તૈયારી કરી રહ્યા છે.

પાકિસ્તાનના પ્રવાસે ગયેલી શ્રીલંકાની ક્રિકેટ ટીમના આઠ ખેલાડીઓ ગુરુવારે (13 નવેમ્બર, 2025) સ્વદેશ પરત ફરવાની તૈયારી કરી રહ્યા છે. ઇસ્લામાબાદમાં થયેલા ઘાતક બોમ્બ વિસ્ફોટમાં 12 લોકોના મોત અને અનેક ઘાયલોની ઘટના બાદ ખેલાડીઓએ સુરક્ષા સંબંધિત ચિંતાઓ વ્યક્ત કરી છે, જેના કારણે તેમણે પાકિસ્તાન છોડવાનો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નિર્ણયને કારણે રાવલપિંડીમાં ગુરુવારે યોજાનારી ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી વનડે મેચ યોજાવવા પર મોટું સંકટ ઊભું થયું છે. પાકિસ્તાને મંગળવારે પ્રથમ વનડે મેચ છ રનથી જીતી હતી.
શ્રીલંકા ક્રિકેટ (SLC) ના સૂત્રોએ જણાવ્યું છે કે સ્વદેશ પરત ફરનારા ખેલાડીઓની જગ્યાએ વૈકલ્પિક ખેલાડીઓને મોકલવામાં આવશે. ખેલાડીઓએ રાવલપિંડી (જ્યાં ત્રણ વનડે મેચનું આયોજન છે) ઇસ્લામાબાદની નજીક હોવાથી પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જોકે, વિસ્ફોટ બાદ શ્રીલંકન ટીમની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને તેમની સાથે સરકારી મહેમાનો જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. ઇસ્લામાબાદમાં શ્રીલંકાના હાઈ કમિશનર અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નકવી (જેઓ પાકિસ્તાનના ગૃહમંત્રી પણ છે) વચ્ચે સુરક્ષા મુદ્દે બેઠક પણ થઈ છે.
ઉલ્લેખનીય છે કે, 2009માં શ્રીલંકન ક્રિકેટ ટીમની બસ પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં અનેક ખેલાડીઓ ઘાયલ થયા હતા અને સુરક્ષાકર્મીઓ માર્યા ગયા હતા. આ ઘાતક હુમલા બાદ એક દાયકાથી વધુ સમય સુધી વિદેશી ટીમોએ પાકિસ્તાનનો પ્રવાસ કરવાનું ટાળ્યું હતું.











