યુક્રેનના ઓડેસા બંદર પર માલવાહક જહાજ પર થયેલા હુમલામાં 4 ભારતીયોના મોત થયા છે, જ્યારે ગુજરાતમાં જમીન લે-વેચ માટે ટુકડાધારામાં સુધારાને રાષ્ટ્રપતિની મંજૂરી મળી છે.

રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની ભીષણતામાં હવે ભારતીયોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. યુક્રેનના ઓડેસા બંદર (Odessa Port) પર એક કમાર્શિયલ જહાજ પર થયેલા મિસાઈલ કે હવાઈ હુમલામાં 4 ભારતીય નાગરિકોના મોત થયા છે, જ્યારે અન્ય એક ભારતીય ક્રૂ મેમ્બર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. વિદેશ મંત્રાલયે આ દુઃખદ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરી છે.
દુર્ઘટનાની વિગત:
જહાજનું નામ: હુમલો ‘એમવી ગોલ્ડન લિયો’ (MV Golden Leo) નામના માલવાહક જહાજ પર ૧૯ જુલાઈની સાંજે થયો હતો.: હુમલા સમયે જહાજ પર કુલ 17 ક્રૂ મેમ્બર્સ સવાર હતા, જેમાંથી 5 ભારતીયો હતા.આ દુર્ઘટનામાં 4 ભારતીયોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યા છે, જ્યારે પાંચમો ભારતીય ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ભારત સરકારની કામગીરી:
વિદેશ મંત્રાલય (MEA) દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ:
યુક્રેનમાં રહેલી ભારતીય દૂતાવાસની ટીમ સ્થાનિક સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે.અસરગ્રસ્ત ભારતીયો અને તેમના પરિવારોને તાત્કાલિક તબીબી અને રાજદ્વારી મદદ પહોંચાડવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે.સરકારે મૃતકોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.











