ગુજરાત પોલીસ બેડામાં મોટો ફેરફાર: 4 નવા આઈપીએસની નિમણૂક અને 6 અધિકારીઓની બદલી

ગુજરાત સરકારના ગૃહ વિભાગે પોલીસ બેડામાં ફેરફાર કરતા ૪ યુવા આઈપીએસ અધિકારીઓને વિવિધ સ્થળોએ એએસપી તરીકે નિમણૂક આપી છે અને ૬ વરિષ્ઠ અધિકારીઓની એસઆરપીએફમાં કમાન્ડન્ટ તરીકે બદલી કરી છે.

 

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા અને વહીવટી તંત્રને વેગવંતા બનાવવાના હેતુથી ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા પોલીસ વિભાગમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા કુલ ૧૦ પોલીસ અધિકારીઓની બદલી અને નવી નિમણૂકના સત્તાવાર આદેશો જાહેર કરવામાં આવ્યા છે.

4 યુવા આઈપીએસ અધિકારીઓની એએસપી (ASP) તરીકે નિમણૂક

આ આદેશ અનુસાર તાજેતરમાં પ્રશિક્ષણ પૂર્ણ કરનાર ૨૦૨૩ અને ૨૦૨૪ બેચના ૪ યુવા આઈપીએસ અધિકારીઓને સ્વતંત્ર આસિસ્ટન્ટ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ (ASP) તરીકે મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે:

માનસી આર. મીના: અમદાવાદના વિરમગામ ખાતે

મૌસમ હર્ષદભાઈ મહેતા: વાવ-થરાદના દિયોદર ખાતે

પ્રખર કુમાર: દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા ખાતે

કરણકુમાર મનસુખભાઈ પન્ના: દાહોદના લીમખેડા ખાતે

એસપી અને વરિષ્ઠ અધિકારીઓની બદલી (એસઆરપીએફ કમાન્ડન્ટ)

આ ઉપરાંત પ્રમોશન મેળવનાર અને અન્ય જગ્યાએ ફરજ બજાવતા વરિષ્ઠ અધિકારીઓની રાજ્યના વિવિધ એસઆરપીએફ (SRPF) જૂથોમાં કમાન્ડન્ટ તરીકે બદલી કરવામાં આવી છે:

જે. આઈ. વસાવા: કમાન્ડન્ટ, એસઆરપીએફ ગ્રુપ-૯, વડોદરા

ડી. એમ. ચૌહાણ: કમાન્ડન્ટ, એસઆરપીએફ ગ્રુપ-૩, મડાણા (બનાસકાંઠા)

પ્રકાશકુમાર વિષ્ણુપ્રસાદ રાવલ: કમાન્ડન્ટ, એસઆરપીએફ ગ્રુપ-૪, પાવડી (દાહોદ)

બી. એલ. દેસાઈ: કમાન્ડન્ટ, એસઆરપીએફ ગ્રુપ-૫, ગોધરા

એચ. પી. દોશી: કમાન્ડન્ટ, એસઆરપીએફ ગ્રુપ-૧૩, રાજકોટ

એલ. બી. ઝાલા: કમાન્ડન્ટ, એસઆરપીએફ ગ્રુપ-૧૧, વાવ (સુરત)

આ તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી પોતપોતાના નવા નિમણૂક સ્થળે હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!