SBI બેંક હડતાળ એલર્ટ: સપ્ટેમ્બરમાં સતત 5 દિવસ બંધ રહેશે બેંકો, ગ્રાહકો માટે મહત્વપૂર્ણ એડવાઈઝરી જાહેર

એસબીઆઈએ બેંક યુનિયનોની ત્રણ દિવસીય હડતાળ (૨૮-૩૦ સપ્ટેમ્બર) અને વીકેન્ડની રજાઓને કારણે આગામી સપ્ટેમ્બરમાં સતત ૫ દિવસ બેંકિંગ સેવાઓ પ્રભાવિત રહેવાની ચેતવણી આપી ગ્રાહકોને અગાઉથી કામ પતાવવા અપીલ કરી છે.

દેશની સૌથી મોટી સરકારી બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા પોતાના કરોડો ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આગામી ૨૮ થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન ‘યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ’ (UFBU) દ્વારા યોજાનારી ત્રણ દિવસીય દેશવ્યાપી હડતાળને પગલે શાખા સ્તરની બેંકિંગ કામગીરી મોટા પ્રમાણમાં પ્રભાવિત થવાની પૂરી શક્યતા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને SBI એ ગ્રાહકોને અપીલ કરી છે કે તેઓ બેંક શાખા પર નિર્ભર હોય તેવા તમામ જરૂરી નાણાકીય કામકાજ હડતાળ શરૂ થાય તે પહેલાં જ પતાવી લે.

સતત ૫ દિવસ બેંકિંગ સેવાઓ ખોરવાશે: 

યુએફબીયુ (UFBU) દ્વારા આયોજિત આ હડતાળ સામાન્ય ગ્રાહકો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે કારણ કે સપ્તાહાંત અને હડતાળના દિવસો એકસાથે આવી રહ્યા છે:

  • ૨૬ સપ્ટેમ્બર: ચોથો શનિવાર (નિયમિત રજા)

  • ૨૭ સપ્ટેમ્બર: રવિવાર (સાપ્તાહિક રજા)

  • ૨૮, ૨૯ અને ૩૦ સપ્ટેમ્બર: યુનિયનની ત્રણ દિવસીય દેશવ્યાપી હડતાળ

  • પરિણામ: સતત ૫ દિવસ સુધી બેંકોની ભૌતિક શાખાઓ બંધ રહેશે અથવા કામકાજ નવવત્ રહેશે, જેનાથી નાણાકીય વ્યવહારો અટકી શકે છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!