અંબાજી મેળો 2026: પ્રથમ દિવસે 4 .37 લાખ ભક્તોએ કર્યા દર્શન

અંબાજીના ભાદરવી પૂનમના મહામેળાના પ્રથમ દિવસે ‘બોલ મા અંબે’ ના નારા સાથે ૪.૩૭ લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા હતા અને મંદિરમાં ૩૨.૮૯ લાખ રૂપિયાનો ચડાવો નોંધાયો હતો.

સુપ્રસિદ્ધ શક્તિપીઠ અને લાખો-કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતિક સમાન અંબાજી ખાતે જગતજનની મા અંબાજીના સાત દિવસીય ભાદરવી પૂનમના મહામેળાનો હર્ષોલ્લાસ અને દિવ્ય માહોલ વચ્ચે પ્રારંભ થયો છે. ગુજરાતના ખૂણે-ખૂણેથી તેમજ દેશના અન્ય રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં માઈભક્તો અંબાજી ધામે પહોંચી રહ્યા છે. મેળાના પ્રથમ દિવસે જ ‘બોલ મા અંબે, જય જય અંબે…’ ના ગગનભેદી નારાઓ સાથે ૪,૩૭,૮૫૦થી વધુ ભક્તોએ મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.

પ્રથમ દિવસે જ ભંડારામાં લાખોનું દાન

  • કુલ ચડાવો: ભક્તિ અને શ્રદ્ધાના આ મહાપર્વના પ્રથમ દિવસે જ શ્રદ્ધાળુઓએ ખુલ્લા મનથી મા અંબાના ચરણોમાં દાન અર્પણ કર્યું છે. પહેલા જ દિવસે મંદિરના મુખ્ય ભંડારામાં કુલ ૩૨.૮૯ લાખ રૂપિયાનો રોકડ ચડાવો નોંધાયો છે.

  • પદયાત્રીઓનો ઉત્સાહ: સુરત, દાહોદ, મહેસાણા સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને અન્ય રાજ્યોમાંથી અનેક સંઘો અને પદયાત્રીઓ લાંબી સફર ખેડીને અંબાજી પહોંચી રહ્યા છે. ભક્તો શારીરિક રીતે થાકેલા હોવા છતાં માં અંબે પ્રત્યેની તેમની અતૂટ શ્રદ્ધા તેમને થાકવા દેતી નથી અને અવિરત કદમથી આગળ વધી રહ્યા છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!