યુએન મહાસભામાં ડોનાલ્ડ ટ્રમ્પનું આક્રમક ભાષણ: અમેરિકા સૌથી મજબૂત, ઈરાન અંગે ઉચ્ચારી ચેતવણી

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આક્રમક ભાષણ આપતા દાવો કર્યો કે અમેરિકા ઇતિહાસમાં સૌથી મજબૂત સ્થિતિમાં છે અને સાથે જ ઈરાન સામે કડક ચેતવણી ઉચ્ચારી છે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના મંચ પરથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની ટ્રેડમાર્ક આક્રમક શૈલીમાં દુનિયા સમક્ષ કડક વલણ પ્રદર્શિત કર્યું છે. ન્યૂ યોર્ક સ્થિત યુએન મુખ્યાલયમાં પોડિયમ સંભાળતાની સાથે જ ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકા ફરી પાછું આવી ચૂક્યું છે અને આજે તેમનો દેશ ઇતિહાસની સૌથી મજબૂત સ્થિતિમાં ઊભો છે.

ભાષણના મુખ્ય મુદ્દાઓ અને આક્રમક વલણ

  • અમેરિકા ફર્સ્ટ નીતિ: પોતાના ભાષણની શરૂઆતમાં જ તેમણે સીમા સુરક્ષા, ગેરકાયદેસર પ્રવાસીઓ અને અમેરિકી તાકાતની એવી તસવીર રજૂ કરી, હાજર તમામ વૈશ્વિક પ્રતિનિધિઓને ચોંકાવી દીધા હતા. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે તેમની ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિ હેઠળ હવે અમેરિકા વૈશ્વિક દબાણો સામે ક્યારેય ઝુકવાનું નથી.

  • ઈરાન અને મિડટર્મ ચૂંટણી બાદનો દૃષ્ટિકોણ: ઈરાનના ભવિષ્યને લઈને ટ્રમ્પે એક મોટો અને કઠોર સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, “શું ઈરાન સાથે કોઈ એવી ડીલ થશે જેનાથી તેઓ પોતાના દેશને ફરી ઊભો કરી શકે, અથવા તો મારે આ ઈસ્લામિક ગણરાજ્યને સંપૂર્ણપણે તબાહ કરી દેવું જોઈએ?” તેમણે ચેતવણી આપી હતી કે તેઓ ઈરાનને એવી તબાહી તરફ ધકેલી શકે છે જ્યાંથી તેમના બચવાની કોઈ આશા ન રહે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!