સુરત ટેક્સટાઈલ માર્કેટ આગ કાંડ: 24 કરોડનું નુકસાન કરનાર પૂર્વ એકાઉન્ટન્ટ 10 હજારના પગાર માટે ઝડપાયો

સુરતના સારોલી ટેક્સટાઈલ માર્કેટમાં ૨૪ કરોડથી વધુનું નુકસાન કરતી આગ લગાવનાર પૂર્વ એકાઉન્ટન્ટ વિનોદ સાવલેને ૧૦ હજારના બાકી પગારના વિવાદમાં સુરત ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો છે.

સુરતના સારોલી વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ શ્યામ સંગીની ટેક્સટાઈલ માર્કેટમાં ગ ગત ૯ સપ્ટેમ્બર ૨૦૨૬ની મધરાત્રે લાગેલી વિનાશક આગ મામલે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. માર્કેટમાં કાપડના માલસામાન સહિત રૂ. ૨૪ કરોડથી વધુનું જંગી નુકસાન પહોંચાડનારી આ આગ કોઈ અકસ્માત નહીં પરંતુ એક પૂર્વ આયોજિત કાવતરું હોવાનું સુરત ક્રાઈમ બ્રાંચની તપાસમાં બહાર આવ્યું છે. માત્ર રૂ. ૧૦,૦૦૦ ના બાકી પગારના વિવાદમાં શેઠને ‘સબક શીખવવા’ માટે માર્કેટમાં આગ લગાડનાર પૂર્વ એકાઉન્ટન્ટ વિનોદ પંડિત સાવલે (ઉંમર ૩૩ વર્ષ) ને ક્રાઈમ બ્રાંચની ટીમે ડીંડોલી ફ્લાવર ગાર્ડન પાસેથી ઝડપી પાડ્યો છે.

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો

  • આરોપીની પૃષ્ઠભૂમિ: પકડાયેલ આરોપી મૂળ મહારાષ્ટ્રના ધુળિયા જિલ્લાના શીરપુર તાલુકાના ભોરટેક ગામનો રહેવાસી છે અને હાલ સુરતના ડીંડોલી વિસ્તારમાં રહે છે.

  • નોકરી અને વિવાદ: આરોપી વિનોદ સાવલે એપ્રિલ ૨૦૨૬માં આ માર્કેટની શોપ નંબર ૬૩૯ માં આવેલી જેકોર્પ ઈન્ડિયા તથા જગદંબા ટેક્સટાઈલમાં રૂ. ૩૦,૦૦૦ ના માસિક પગારે એકાઉન્ટન્ટ તરીકે નોકરીએ લાગ્યો હતો. જો કે, જૂન મહિનામાં તેણે સ્વૈચ્છિક રીતે નોકરી છોડી દીધી હતી.

  • આરોપ અને બદલો: નોકરી છોડ્યા બાદ તેના બાકી નીકળતા ૧૦,૦૦૦ રૂપિયા મેળવવા માટે તેણે અનેકવાર માલિકનો સંપર્ક કર્યો હતો, પરંતુ રકમ ન મળતાં તેના મનમાં ઉદ્ભવેલા રોષ અને આક્રોશના કારણે તેણે માર્કેટમાં આગ લગાડવાનો ઘાતક પ્લાન બનાવ્યો હતો અને આટલું મોટું નુકસાન સર્જ્યું હતું.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!