અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો ડંકો: UIDAIએ આપ્યો ‘સ્પેશિયલ કમેન્ડેશન એવોર્ડ’

કોલકાતામાં યોજાયેલા UIDAI આધાર કોન્ક્લેવમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ‘સ્પેશિયલ કમેન્ડેશન એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવી છે. OVSE તરીકે કાર્ય કરનારી પ્રથમ લૉ એનફોર્સમેન્ટ એજન્સી બનવા બદલ આ સન્માન મળ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે ‘પથિક’ અને ‘પ્રતિરક્ષા’ નામના બે ટેક્નોલોજી આધારિત પોર્ટલ વિકસાવ્યા છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને તેની ટેક્નોલોજી આધારિત ઓળખ ચકાસણી પહેલ માટે વિશેષ સન્માન મળ્યું છે. પશ્ચિમ બંગાળના કોલકાતામાં યોજાયેલા UIDAI આધાર કોન્ક્લેવ દરમિયાન યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) દ્વારા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ‘સ્પેશિયલ કમેન્ડેશન એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને કેમ મળ્યો એવોર્ડ?

આ સન્માન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ઓફલાઇન વેરિફિકેશન સિકિંગ એન્ટિટી (OVSE) તરીકે કાર્ય કરનારી પ્રથમ લૉ એનફોર્સમેન્ટ એજન્સી (LEA) બનવા બદલ આપવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.

આ વ્યવસ્થાના માધ્યમથી સંમતિ આધારિત આધાર વેરિફિકેશનને સરળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઓળખ ચકાસણીની પ્રક્રિયામાં ટેક્નોલોજીનો ઉપયોગ કરતી વખતે ગોપનીયતા અને સંમતિને મહત્વ આપતી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

ક્રાઇમ બ્રાન્ચે વિકસાવ્યા બે ખાસ પોર્ટલ

આ પહેલ હેઠળ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે પોર્ટલ ઇન-હાઉસ વિકસાવવામાં આવ્યા છે. તેમાં ‘પથિક’ અને પ્રતિરક્ષા’નો સમાવેશ થાય છે.પથિક પોર્ટલ હોટલમાં રોકાતા મહેમાનોની ચકાસણી અને સંબંધિત કામગીરીને સરળ બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.જ્યારે ‘પ્રતિરક્ષા’ પોર્ટલ શ્રમિકો અને કર્મચારીઓની ઓળખ ચકાસણી માટેની સિસ્ટમ તરીકે વિકસાવવામાં આવ્યું છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!