અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સંચાલિત પે એન્ડ પાર્ક અને રસ્તા પરના પાર્કિંગના દરમાં વધારો કરવાની દરખાસ્તને ટાઉન પ્લાનિંગ કમિટીએ મંજૂરી આપી છે.

અમદાવાદીઓએ હવે વાહન પાર્ક કરવા માટે વધુ રૂપિયા ચૂકવવા પડી શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સંચાલિત પે એન્ડ પાર્ક અને રસ્તા પરના પાર્કિંગના દરમાં વધારો કરવાની દરખાસ્તને ટાઉન પ્લાનિંગ કમિટીએ મંજૂરી આપી છે.
જોકે, આ દરખાસ્તને હજુ સ્ટેન્ડિંગ કમિટી અને સામાન્ય સભાની અંતિમ મંજૂરી મળવાની બાકી છે. આ બંને તબક્કાની મંજૂરી બાદ ડિસેમ્બર મહિનાથી નવા દર લાગુ થવાની શક્યતા છે.
ટુ-વ્હીલરના પાર્કિંગ ચાર્જમાં વધારો
નવી દરખાસ્ત મુજબ ટુ-વ્હીલર માટે પ્રથમ કલાકનો ચાર્જ રૂ. 5થી વધારીને રૂ. 10 કરવામાં આવ્યો છે. જ્યારે લાંબા સમયના પાર્કિંગ માટે નીચે મુજબના દર નક્કી કરાયા છે.
| પાર્કિંગનો સમય | પ્રસ્તાવિત દર |
|---|---|
| પ્રથમ કલાક | રૂ. 10 |
| 1થી 3 કલાક | રૂ. 15 |
| 3થી 6 કલાક | રૂ. 25 |
| 6થી 12 કલાક | રૂ. 40 |
| 12થી 24 કલાક | રૂ. 55 |
ફોર-વ્હીલરના નવા પાર્કિંગ દર
ફોર-વ્હીલર માટે પણ પાર્કિંગ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. પ્રથમ કલાકનો ચાર્જ રૂ. 15થી વધારીને રૂ. 20 કરાયો છે. અન્ય સમયગાળા માટેના દર નીચે મુજબ રહેશે.
| પાર્કિંગનો સમય | પ્રસ્તાવિત દર |
|---|---|
| પ્રથમ કલાક | રૂ. 20 |
| 1થી 2 કલાક | રૂ. 40 |
| 3થી 6 કલાક | રૂ. 80 |
| 6થી 12 કલાક | રૂ. 120 |
| 12થી 24 કલાક | રૂ. 170 |
અંતિમ મંજૂરી બાદ ડિસેમ્બરથી અમલની શક્યતા
પાર્કિંગના નવા દરોની દરખાસ્તને ટાઉન પ્લાનિંગ કમિટીએ મંજૂરી આપી દીધી છે. હવે તેને સ્ટેન્ડિંગ કમિટી અને સામાન્ય સભા સમક્ષ રજૂ કરવામાં આવશે.
આ બંને સમિતિઓની મંજૂરી મળ્યા બાદ જ નવા દરો અમલમાં આવશે. હાલ ડિસેમ્બર મહિનાથી આ દર લાગુ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ફેરફારથી અમદાવાદમાં વાહનચાલકોના પાર્કિંગ ખર્ચમાં વધારો થશે.











