ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે શુક્રવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તેઓ પોતાના પરિવાર સાથે PM મોદીને મળવા પહોંચ્યા હતા.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે શુક્રવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તેઓ પોતાના પરિવાર સાથે PM મોદીને મળવા પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન ક્રિકેટ અને પરિવાર સાથે જોડાયેલી કેટલીક સુંદર ક્ષણો જોવા મળી હતી.
વડાપ્રધાન મોદીએ સૂર્યકુમાર યાદવના પરિવાર સાથે સમય વિતાવ્યો હતો. આ દરમિયાન તેમની સાથે આવેલી એક બાળકીએ સુંદર ભજન ગાઈને સંભળાવ્યું હતું. બાળકીનું ભજન સાંભળીને PM મોદી ખૂબ જ ખુશ થયા હતા. તેમણે તાળી પાડીને બાળકીનો ઉત્સાહ વધાર્યો હતો.
બાળકીનું ભજન સાંભળી PM મોદીએ વધાવ્યો ઉત્સાહ
મુલાકાતનો એક ખાસ વીડિયો PM મોદીએ પોતાના X હેન્ડલ પર શેર કર્યો છે. વીડિયોમાં બાળકી ભજન ગાતી જોવા મળે છે. વડાપ્રધાન મોદી ધ્યાનથી ભજન સાંભળે છે અને તાળી પાડીને બાળકીની પ્રશંસા કરે છે.
આ સુંદર ક્ષણે મુલાકાતને વધુ યાદગાર બનાવી હતી. PM મોદીએ બાળકો સાથે પણ સમય વિતાવ્યો હતો.
સૂર્યકુમાર યાદવે બતાવ્યો T20 વર્લ્ડ કપનો ગોલ્ડ મેડલ
આ મુલાકાત દરમિયાન સૂર્યકુમાર યાદવ T20 વર્લ્ડ કપમાં ભારતની જીત સાથે જોડાયેલો ગોલ્ડ મેડલ પહેરીને પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ આ મેડલ હાથમાં લઈને નિહાળ્યો હતો.
સૂર્યકુમાર સાથે તેમની પત્ની દેવિશા શેટ્ટી અને પુત્રી રિદ્ધિમા પણ હાજર હતાં. પરિવાર સાથેની આ મુલાકાતની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.










