Vadodara News: તરસાલીમાં હૃદયદ્રાવક ઘટના, બાળકને બચાવવા દોડેલી માતાનું ત્રીજા માળેથી પટકાતાં મોત

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં એક કરુણ દુર્ઘટના સામે આવી છે. ફ્લેટની બાલ્કનીમાં રમતું નાનું બાળક રેલિંગ પાસે પહોંચી જતાં તેને બચાવવા દોડેલી માતાનું નીચે પટકાતાં મોત નીપજ્યું છે.

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં એક કરુણ દુર્ઘટના સામે આવી છે. ફ્લેટની બાલ્કનીમાં રમતું નાનું બાળક રેલિંગ પાસે પહોંચી જતાં તેને બચાવવા દોડેલી માતાનું નીચે પટકાતાં મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે.

રમતાં-રમતાં બાળક બાલ્કનીની રેલિંગ પાસે પહોંચી ગયું

પ્રાપ્ત વિગતો અનુસાર, તરસાલી વિસ્તારમાં આવેલા નિશી ફ્લેટમાં દક્ષાબેન (ઉંમર 34 વર્ષ) પરિવાર સાથે રહેતાં હતાં. આજે તેમનું નાનું બાળક રમતાં-રમતાં અચાનક બાલ્કનીની રેલિંગ પાસે પહોંચી ગયું હતું.

બાળકને નીચે પડતું બચાવવા માટે દક્ષાબેને તાત્કાલિક બાલ્કની તરફ દોટ મૂકી હતી. બાળકને રેલિંગ પાસેથી ખેંચવાનો પ્રયાસ કરતી વખતે તેમનું સંતુલન ખોરવાયું હતું. પરિણામે તેઓ ત્રીજા માળની બાલ્કનીમાંથી નીચે પટકાયાં હતાં.

108ની ટીમે ઘટનાસ્થળે મૃત જાહેર કર્યા

આ દુર્ઘટનામાં દક્ષાબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને 108 ઇમરજન્સી સેવા તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. જોકે, ઇમરજન્સી ટીમે દક્ષાબેનને મૃત જાહેર કર્યા હતા.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. હાલ આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાળકને બચાવવાના પ્રયાસમાં માતાનું મોત થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!