જમ્મુ-કાશ્મીરમાં બે SPOના મૃતદેહ મળ્યા,આતંકવાદીઓને શોધવા સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન

જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બુધવારથી ગુમ થયેલા બે સ્પેશિયલ પોલીસ ઓફિસર્સ (SPO)ના મૃતદેહ મળી આવતા સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો છે

જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બુધવારથી ગુમ થયેલા બે સ્પેશિયલ પોલીસ ઓફિસર્સ (SPO)ના મૃતદેહ મળી આવતા સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો છે. બંનેના શરીર પર ગોળીઓનાં નિશાન જોવા મળ્યાં છે. જ્યારે ઘટનાસ્થળેથી તેમના સર્વિસ હથિયારો પણ મળી આવ્યા નથી.

આ પરિસ્થિતિને પગલે આતંકવાદીઓની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, અધિકારીઓએ હજુ સુધી આતંકી હુમલાની સત્તાવાર પુષ્ટિ કરી નથી.

મૃતકોની ઓળખ બાબી ચંદ અને રશપાલ કુમાર તરીકે થઈ

સમાચાર એજન્સી PTIના અહેવાલ અનુસાર, મૃતકોની ઓળખ 57 વર્ષીય બાબી ચંદ અને 45 વર્ષીય રશપાલ કુમાર તરીકે થઈ છે. બંને સ્થાનિક પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)માં ફરજ બજાવતા હતા.

બંનેના મૃતદેહ પર ગોળીઓનાં નિશાન મળી આવ્યાં છે. તેમના સર્વિસ હથિયારો ગાયબ હોવાથી તપાસ એજન્સીઓ આ મામલાને ગંભીરતાથી લઈ રહી છે.

કેમ્પથી આર્મી પોસ્ટ તરફ જતાં ગુમ થયા હતા

અધિકારીઓના જણાવ્યા અનુસાર, બંને SPO કિશ્તવાડના દછન વિસ્તારના કિયાર ગામમાં SOG સાથે તૈનાત હતા. બુધવારે તેઓ પોતાના કેમ્પથી ધરણા-મરવાહ સ્થિત આર્મી પોસ્ટ તરફ જઈ રહ્યા હતા.

આ દરમિયાન બંનેનો સંપર્ક તૂટી ગયો હતો. શરૂઆતમાં તેમના મોબાઇલ ફોન પર સંપર્ક થઈ શકતો હતો. જોકે, થોડા સમય બાદ બંનેના ફોન બંધ થઈ ગયા હતા.આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સેનાએ શોધખોળ શરૂ કરી હતી.

જંગલ અને પર્વતીય વિસ્તારોમાં સર્ચ ઓપરેશન

બંને SPOની શોધ માટે પોલીસ અને સેનાની અનેક ટીમો તૈનાત કરવામાં આવી હતી. જંગલો અને દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.હવે બંનેના મૃતદેહ મળી આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓ તપાસમાં લાગી છે. તેમના મોત પાછળનું ચોક્કસ કારણ અને સર્વિસ હથિયારો ક્યાં ગયાં તેની તપાસ કરવામાં આવી રહી છે.હાલમાં આતંકવાદી હુમલાની પુષ્ટિ થઈ નથી. તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાની હકીકત સ્પષ્ટ થઈ શકશે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!