કચ્છમાં હાજીપીર રોડ પર ટ્રક-ટ્રેક્ટરની ભીષણ ટક્કર, 3નાં ઘટનાસ્થળે જ મોત

કચ્છના હાજીપીર રોડ પર મંગળવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઢોરો ગામ નજીક ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી.

કચ્છના હાજીપીર રોડ પર મંગળવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઢોરો ગામ નજીક ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.

અકસ્મતે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા.

ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ધડાકાભેર ટક્કર

મળતી માહિતી મુજબ, હાજીપીર રોડ પરથી કચ્છ પાસિંગનો ટ્રક પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન ઢોરો ગામ નજીક સામેથી આવતા ટ્રેક્ટર સાથે તેની જોરદાર ટક્કર થઈ હતી.

ટક્કર એટલી ભયાનક હતી કે ટ્રકના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું. બીજી તરફ ટ્રેક્ટર ટ્રોલી સાથે રસ્તાની બાજુમાં ઉતરી ગયું હતું. અકસ્માત બાદ ટ્રોલી ઊંધી હાલતમાં લટકી ગઈ હતી.

ત્રણનાં મોત, બે લોકો ગંભીર રીતે ઘાયલ

આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં. અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પોલીસની તપાસ શરૂ

અકસ્મતની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.પ્રાથમિક અહેવાલ મુજબ, મૃતકોની ઓળખ હજુ જાહેર થઈ નથી. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને તેની પાછળનું કારણ શું હતું તે જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!