ગાંધીનગર નજીક કરાઈ પાસે નર્મદા કેનાલમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રોડ પરથી પસાર થઈ રહેલી એક કાર અચાનક કાબૂ ગુમાવી નર્મદા કેનાલમાં ખાબકી હતી. આ ઘટનાને પગલે આસપાસ લોકો ઘટનાસ્થળએ દોડી આવ્યા હતા.

ગાંધીનગર, મંગળવાર
ગાંધીનગર નજીક નભોઈ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં એક કાર ખાબકતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. GJ03 MR4783 નંબરની કાર કેનાલમાં ખાબકતા ફાયર વિભાગે તાત્કાલિક શોધખોળ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, કારમાં સવાર યુવક હર્ષ બારોટ અને યુવતી ખુશીના મૃતદેહ મળી આવ્યા છે. આ ઉપરાંત, ત્રીજો એક મૃતદેહ પણ કેનાલમાંથી મળી આવ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ત્રીજો મૃતદેહ પાણીના પ્રવાહમાં તણાઈને આવ્યો હોઈ શકે છે.
ફાયર વિભાગ દ્વારા કેનાલમાંથી કારને બહાર કાઢવામાં આવી છે અને અન્ય કોઈ વ્યક્તિઓ કારમાં હતા કે કેમ તે અંગે વધુ તપાસ ચાલી રહી છે. આ ઘટના કયા સંજોગોમાં બની તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. કેનાલમાં ડૂબેલી કાર અને તેમાં સવાર વ્યક્તિઓને શોધવા માટે મોટાપાયે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

હાલમાં, આ દુર્ઘટના કેવી રીતે બની અને કારમાં ચોક્કસ કેટલા લોકો સવાર હતા તે અંગેની કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. કાર હજુ સુધી મળી ન હોવાથી, તેમાં સવાર વ્યક્તિઓ ક્યાંના રહેવાસી હતા તે અંગેની વિગતો પણ જાણી શકાઈ નથી. પોલીસ અને બચાવ ટીમો દ્વારા કેનાલમાં શોધખોળ ચાલુ છે અને ટૂંક સમયમાં વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.










