કરાઈના નભોઈ કેનાલમાં કાર ખાબકતા અકસ્માત, કેનાલમાંથી ત્રણ મૃતદેહો મળ્યા, મૃતકોમાં હર્ષ બારોટ અને ખુશીનો સમાવેશ

જોકે, કેનાલમાંથી ત્રીજા યુવકનો મૃતદેહ પણ મળતાં પોલીસને શંકા છે કે આ માત્ર એક અકસ્માત નથી. જે ત્રીજા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે તેણે પહેલા આત્મહત્યા કરી હોઈ શકે છે, જે મૃતદેહ તણાઇને એ જગ્યા પર આવ્યો હોઇ શકે છે.

ગાંધીનગર, મંગળવાર
ગાંધીનગર નજીક નેભાઈ કેનાલમાંથી એક કાર ખાબકતાં બે યુવક-યુવતીના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે ત્રીજા યુવકનો મૃતદેહ પણ કેનાલમાંથી મળતાં અનેક સવાલો ઉભા થયા છે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, પરંતુ આ ઘટના પાછળનું રહસ્ય ઘેરું બની રહ્યું છે.

પ્રાથમિક માહિતી મુજબ, GJ03 MR4783 નંબરની એક કાર નેભાઈ કેનાલમાં ખાબકી હતી. આ કાર ભાનુબેન પરમારના નામે રજીસ્ટર થયેલી છે. કારમાંથી એક યુવક અને એક યુવતીના મૃતદેહ મળી આવ્યા હતા. યુવકની ઓળખ અમદાવાદના હર્ષ બારોટ તરીકે થઈ છે, જ્યારે યુવતીનું નામ ખુશી હોવાનું સામે આવ્યું છે.

જોકે, કેનાલમાંથી ત્રીજા યુવકનો મૃતદેહ પણ મળતાં પોલીસને શંકા છે કે આ માત્ર એક અકસ્માત નથી. જે ત્રીજા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે તેણે પહેલા આત્મહત્યા કરી હોઈ શકે છે, જે મૃતદેહ તણાઇને એ જગ્યા પર આવ્યો હોઇ શકે છે.

તો આ બાજુ પોલીસે હર્ષ અને ખુશી વચ્ચેના સંબંધો અંગે પણ તપાસ શરૂ કરી છે. તેઓ નેભાઈ કેમ પહોંચ્યા તે અંગે પણ રહસ્ય ઘેરું બન્યું છે. હર્ષના પરિવારના કેટલાક સભ્યો પોલીસના સંપર્કમાં છે અને આ ઘટના અંગે વધુ વિગતો મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર જગાવી છે અને લોકોમાં અનેક તર્કો વિતર્કો ચાલી રહ્યા છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!