વીયુ નેટવર્કની ઇમ્પેકટ, નર્મદા નિગમે તાત્કાલિક પગલાં લઈને રોડનું રિપેર કર્યું અને બ્રિજનો રોડ નવીન બનાવ્યો છે

ગાંધીનગર,સોમવાર: દહેગામ-નરોડા હાઇવે પર આવેલા જલુન્દ્રા બ્રિજનો રોડ નર્મદા નિગમ દ્વારા નવીનીકરણ કરી દેવામાં આવ્યો છે. આ બ્રિજ પર અગાઉ ઓવરલોડ વાહનોના કારણે રોડ ખરાબ થઈ ગયો હતો, જેના પગલે નાના વાહનો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. વીયુ નેટવર્ક દ્વારા આ મુદ્દાને ઉજાગર કરવામાં આવ્યા બાદ, નર્મદા નિગમે તાત્કાલિક પગલાં લઈને રોડનું રિપેર કર્યું અને બ્રિજનો રોડ નવીન બનાવ્યો છે.વીયુ નેટવર્કની ઇમ્પેકટ પડતા રોડનું નવીનીકરણ કરી દેવામાં આવ્યું છે
દહેગામ-નરોડા હાઇવે પર આવેલો જલુન્દ્રા બ્રિજ એ અમદાવાદ અને આસપાસના વિસ્તારોને જોડતો મહત્વનો રસ્તો છે. જોકે, ઓવરલોડ વાહનોના વધુ પડતા પસાર થવાને કારણે બ્રિજનો રોડ ખરાબ થઈ ગયો હતો, જેના પગલે નાના વાહનો માટે કેનાલની બાજુના રસ્તા પર ડાયવર્ઝન આપવું પડ્યું હતું. આ સમસ્યાથી મુસાફરો અને સ્થાનિક રહેવાસીઓને ઘણી અગવડ પડી રહી હતી. વીયુ નેટવર્કે આ મુદ્દો ઉજાગર કર્યા બાદ, નર્મદા નિગમે તાત્કાલિક પગલાં લઈને કેનાલની બાજુના રોડનું રિપેર કર્યું અને જલુન્દ્રા બ્રિજના રોડનું નવીનીકરણ કર્યું. હવે આ બ્રિજનો રોડ સંપૂર્ણ રીતે નવો બનાવવામાં આવ્યો છે, જેનાથી મુસાફરી વધુ સરળ અને સુરક્ષિત બનશે.











