આ રીતે કરશો રોટલીનું દાન, તો જીવનમાં આવશે ધન અને શાંતિ

એવી 7 મહત્વપૂર્ણ બાબતો વિશે જે રોટલી દાન કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ : આ માહિતી માત્ર ધાર્મિક રીતે નહિ, જીવનમાં પોઝિટિવ એનર્જી જાળવવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે

આ રીતે કરશો રોટલીનું દાન

અમદાવાદ, બુધવાર : રોટલીનું દાન કરવું એ માત્ર પુણ્યનું કાર્ય નથી, પણ એ તમારા જીવનના સુખ અને સમૃદ્ધિ સાથે સીધું જોડાયેલું છે. શુદ્ધ હ્રદયથી અને સન્માન સાથે કરવામાં આવતું રોટલીનું દાન તમારા ભાગ્યને બદલી શકે છે. પરંતુ જો આ દાન કરતી વખતે કેટલીક નાની પણ મહત્વની ભૂલો થઈ જાય, તો એ પુણ્યના બદલે પાપનું કારણ પણ બની શકે છે. એવી 7 મહત્વપૂર્ણ બાબતો વિશે જે રોટલી દાન કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. જેમ કે વાસી રોટલી ન આપવી, સાફસફાઈ રાખવી, ભાવના સાથે દાન કરવું, અને રોટલી ક્યાં અને કેવી રીતે આપવી એ બધું. આ માહિતી માત્ર ધાર્મિક રીતે નહિ, જીવનમાં પોઝિટિવ એનર્જી જાળવવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે.

આપણા દેશમાં દાન કરવાની પરંપરા ખૂબ જ જૂની છે. ખાસ કરીને દાનમાં રોટલી આપવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે જે વ્યક્તિ ભૂખ્યાને રોટલી ખવડાવે છે, તેના જીવનમાં સુખ, શાંતિ અને બરકત જળવાઈ રહે છે. પરંતુ રોટલી દાન કરવામાં કેટલીક બાબતોને સમજવામાં ન આવે તો આ પુણ્યનું કામ દુર્ભાગ્યનું કારણ બની શકે છે. ત્યારે અહીં જાણીશું કે રોટલી દાન કરતી વખતે કઈ બાબતોથી બચવું જોઈએ.

દાનમાં ન આપો : ઘણા લોકો સવારે બચેલી રોટલી કે વાસી રોટલી દાનમાં આપે છે. આવું કરવું ખોટું છે. દાન માટે હંમેશા તાજી, સ્વચ્છ અને સારી રીતે બનાવેલી રોટલી જ આપવી જોઈએ. વાસી રોટલીથી નેગેટિવ એનર્જી ફેલાય છે અને તેની અસર ઘરની સુખ અને શાંતિ પર પડે છે.

ગંદા હાથ કે વાસણનો ઉપયોગ ટાળો: જો તમે કોઈને રોટલી આપી રહ્યા છો, તો તમારા હાથ સ્વચ્છ હોય તેનું ધ્યાન રાખો. ગંદા હાથ કે એંઠા વાસણમાં મૂકીને રોટલી આપવાથી પુણ્ય નથી મળતું. આ અપમાનનો સંકેત માનવામાં આવે છે. તેની ઊંધી અસર તમારા જીવન પર પડે છે.

ફેંકીને કે ભાવ વિના ન આપો રોટલી: કોઈ જરૂરિયાતમંદને રોટલી આપવાનો અર્થ માત્ર ભોજન આપવું જ નથી હોતો, પરંતુ તેમાં તમારો ભાવ અને આદર પણ જોડાયેલો હોય છે. જો તમે રોટલી ફેંકીને આપી રહ્યા છો, તો આ દાન અધૂરું માનવામાં આવે છે.

રાત્રે રોટલી દાનમાં આપવી: શાસ્ત્રોમાં જણાવાયું છે કે રોટલી દાનમાં આપવાનો સાચો સમય સવારે કે બપોરે હોય છે. રાત્રે રોટલી આપવી અશુભ માનવામાં આવે છે. જેનાથી ઘરમાં પોઝિટિવ એનર્જી પર અસર પડી શકે છે.

ગાય કે કૂતરાને રોટલી આપવામાં રાખો ધ્યાન: જો તમે જાનવરોને રોટલી આપી રહ્યા છો, તો તેમાં મીઠું, મસાલા કે તેલ ન હોવું જોઈએ. સાદી રોટલી આપવી જ સારી રહે છે. મીઠું અને મસાલા તેના શરીરમાં નુકસાન પહોંચાડી શકે છે.

ઉતાવળમાં ન કરો દાન: કેટલાક લોકો રોટલી આપતી વખતે ઘણા લોકો ઉતાવળમાં હોય છે, જેનાથી મનમાં કોઈ ભાવના નથી રહેતી. દાન હંમેશા શાંત મન અને શ્રદ્ધાસાથે કરવું જોઈએ. ત્યારે જ તેનું પૂર્ણ ફળ મળે છે.

રોટલીને ન રાખો જમીન પર: દાનની રોટલીને જમીન પર ફેંકી દેવામાં આવે કે તેને ગંદા કપડામાં રાખી હોય, તો તે અન્નનું અપમાન માનવામાં આવે છે. પ્રયત્ન કરો કે રોટલીને એક સાફ પાંદડા કે થાળીમાં રાખીને આપવામાં આવે.

MEHTA AYUSHI
Author: MEHTA AYUSHI

Leave a Comment

Read More

error: Content is protected !!