જીરાનું પાણી: વજન ઘટાડવા, પાચન સુધારવા અને શરીરને ડિટોક્સ કરવા માટે 4 સરળ રેસિપી. જાણો જીરાના પાણીના ફાયદા અને તેને બનાવવાની અલગ-અલગ રીતો.

અમદાવાદ, ગુરૂવાર
જીરું જે આપણા કિચનનો એક મહત્વપૂર્ણ ભાગ છે, તે માત્ર ફૂડનો ટેસ્ટ જ નથી વધારતો, પણ હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ખાસ કરીને જીરાનું પાણી, જેને ક્યુમિન વોટર પણ કહેવાય છે, તે હેલ્થ બેનિફિટ્સથી ભરપૂર છે. આ પાણી ડાયજેશન સિસ્ટમને સુધારે છે, મેટાબોલિઝમ બૂસ્ટ કરે છે, બોડીને ડિટોક્સિફાય કરવામાં અને વજન ઘટાડવામાં પણ હેલ્પફૂલ છે. જો તમે પણ ફિટ અને હેલ્ધી રહેવા માંગતા હો, તો તમારી ડેઇલી રૂટિનમાં જીરાના પાણીનો ચોક્કસ સમાવેશ કરવો જોઈએ.
જીરાના પાણીને બનાવવાની 4 ઇઝી રેસિપી અહીં આપી છે, જે તમે ઓછા ટાઇમમાં આસાનીથી બનાવી શકો છો:
1. જીરાનું પાણી પલાળીને
એક ગ્લાસ પાણીમાં 1 ચમચી જીરું આખી રાત માટે પલાળી રાખો. સવારે ખાલી પેટ તેને ગાળીને પીવો. આનાથી તમારું મેટાબોલિઝમ ફાસ્ટ થાય છે, બોડી ડિટોક્સ થાય છે અને વજન ઘટાડવામાં હેલ્પ મળે છે. આ એક વજન ઘટાડવાનો સૌથી સારો ઉપાય છે.
2. જીરાની ચા
2 કપ પાણીમાં 1 ચમચી જીરું નાખીને ઉકાળો. જ્યારે પાણી 1 કપ જેટલું રહી જાય, ત્યારે ગેસ બંધ કરી દો. તેને થોડું ઠંડુ થયા બાદ ગરમ-ગરમ પીવો. આ ચા સવારે અથવા જમ્યાના 30 મિનિટ પહેલાં પીવાથી ડાયજેશનમાં સુધારો થાય છે અને ભૂખ ઓછી લાગે છે.
3. જીરું અને લીંબુ પાણી
જીરાના ઉકાળેલા અથવા પલાળેલા હૂંફાળા પાણીમાં થોડો લીંબુનો રસ ઉમેરો. આ ડ્રિન્ક સવારે અથવા કસરત પછી પીવાથી બોડી ડિટોક્સ થાય છે અને ફેટ બર્નિંગ પ્રોસેસમાં પણ હેલ્પ મળે છે.
4. જીરું અને મધ
હૂંફાળા જીરાના પાણીમાં 1 ચમચી મધ મિક્સ કરો. સવારે ખાલી પેટ અથવા વર્કઆઉટ પહેલાં આ પાણી પીવાથી કુદરતી એનર્જી મળે છે, લીવર હેલ્ધી રહે છે અને ઈમ્યુનિટી પણ બૂસ્ટ થાય છે.
શ્રેષ્ઠ રિઝલ્ટ માટે ઓર્ગેનિક જીરાનો ઉપયોગ કરો.જીરાના પાણીમાં સુગર અથવા દૂધ ઉમેરવાનું ટાળો. જો તમે પ્રેગ્નન્ટ હોવ કે કોઈ દવા લેતા હો, તો ડોક્ટરની સલાહ જરૂર લો.











