ગુજરાતના ધોરણ 3 થી 8 ના શિક્ષકોને GCERT દ્વારા ‘શિક્ષક આવૃત્તિ’ના ઉપયોગ માટે તાલીમ આપવામાં આવી રહી છે. જાણો આ ટ્રેનિંગનો મુખ્ય ઉદ્દેશ અને બાળકો માટે તેના ફાયદા.

ગાંધીનગર, બુધવાર
ગુજરાતમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. રાજ્યના ધોરણ 3 થી 8 ના તમામ શિક્ષકોને ‘શિક્ષક આવૃત્તિ’ના ઉપયોગ અંગે તાલીમ આપવામાં આવી રહી છે. આ ટ્રેનિંગનો મુખ્ય હેતુ National Education Policy 2020 (NEP) અને National Curriculum Framework 2023 (NCF) ને વર્ગખંડ સુધી પહોંચાડવાનો છે.
આ તાલીમ કાર્યક્રમ ઓગસ્ટ 18 થી શરૂ થઈને સપ્ટેમ્બર 29, 2025 સુધી ચાલશે. આ ટ્રેનિંગનો શુભારંભ શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડીંડોર અને અગ્ર સચિવ મુકેશ કુમારે કર્યો હતો. આ પ્રસંગે તેમણે શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી હતી. રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ વીડિયો સંદેશ દ્વારા શિક્ષકોને ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ માટે બાળકોને તૈયાર કરવા અને શિક્ષણ વિભાગના ‘ગુણવત્તા અભિયાન’ માં જોડાઈને તેનો યોગ્ય ઉપયોગ કરવા અપીલ કરી હતી.
કેમ જરૂરી છે આ ટ્રેનિંગ?
NEP 2020 અને NCF 2023 પ્રમાણે, વિદ્યાર્થીઓને 21મી સદીના કૌશલ્યો અને ક્ષમતા વિકસાવવામાં મદદ કરવા માટે આ teacher’s edition તૈયાર કરવામાં આવી છે. આ ટ્રેનિંગથી શિક્ષકોને બાળકોમાં સમસ્યા ઉકેલ (problem-solving), ટીમવર્ક, સંવાદ કૌશલ્ય અને ડિજિટલ સાક્ષરતા જેવા કૌશલ્યો વિકસાવવા માટે માર્ગદર્શન મળશે.
આ ટ્રેનિંગ offline અને online બંને mode માં તાલુકા સ્તરે યોજાઈ રહી છે, જેમાં જીસીઈઆરટી અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા તૈયાર થયેલા Master Trainers દ્વારા શિક્ષકોને તાલીમબદ્ધ કરવામાં આવી રહ્યા છે.
પ્રેક્ટિકલ લર્નિંગ પર ફોકસ
આ ટ્રેનિંગ માત્ર પ્રવચન આધારિત નથી, પરંતુ શિક્ષકોને વાસ્તવિક વર્ગખંડનો અનુભવ આપવા માટે practical, group work અને પ્રદર્શન જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, NEP 2020 માં ભલામણ કરાયેલી નવીન શિક્ષણ પદ્ધતિઓ પણ દર્શાવવામાં આવી રહી છે.
જીસીઈઆરટીના નિયામક પી. કે. ત્રિવેદીએ જણાવ્યું છે કે આ Teacher’s Edition જીસીઈઆરટીની વેબસાઇટ અને DIKSHA Portal પર પણ ઉપલબ્ધ છે, જેનો શિક્ષકો વધુમાં વધુ ઉપયોગ કરી શકે.
આ તાલીમના ઉદ્ઘાટન સત્રમાં પ્રાથમિક શિક્ષણ નિયામક ડૉ. એમ.આઇ.જોષી, જી.સી.ઇ.આર.ટી.ના નિયામક પી. કે. ત્રિવેદી, અધિક નિયામક ડૉ. એ.કે.પટેલ અને રીડર ડૉ. દેવદત્ત પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે શિક્ષકોને બદલાતા સમય સાથે સતત શીખતા રહેવા અને વર્ગખંડની પ્રક્રિયામાં બદલાવ લાવવા માટે કટિબદ્ધ થવા જણાવ્યું હતું.











