પીએમ મોદીના ઇઝરાયલ પ્રવાસમાં થશે ઐતિહાસિક ડીલ, ભારતને મળશે અજય ‘આયર્ન ડોમ’, દુશ્મન દેશોમાં ફફડાટ!

પીએમ મોદીના આગામી ઇઝરાયલ પ્રવાસમાં એક ઐતિહાસિક ડિફેન્સ ડીલ થઈ શકે છે. ભારતને ઇઝરાયલનું 90% સફળ ‘આયર્ન ડોમ’ સુરક્ષા કવચ અને તેની ટેકનોલોજી મળશે. જાણો આ ડીલની ખાસિયતો.

નવી દિલ્હી, મંગળવાર
ભારતીય સેનાની તાકાતમાં ટૂંક સમયમાં એવો વધારો થવા જઈ રહ્યો છે, જેનાથી દુશ્મન દેશોની ઊંઘ હરામ થઈ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ઇઝરાયલ પ્રવાસ દરમિયાન ભારત અને ઇઝરાયલ વચ્ચે એક મોટી અને ઐતિહાસિક ડિફેન્સ ડીલ (સંરક્ષણ સમજૂતી) થવાની પૂરેપૂરી શક્યતા છે. રિપોર્ટ્સ મુજબ, ઇઝરાયલ પોતાનું સૌથી ખતરનાક અને અભેદ્ય સુરક્ષા કવચ એટલે કે ‘આયર્ન ડોમ’ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ભારતને આપવા જઈ રહ્યું છે.

ભારતમાં જ બનશે ‘આયર્ન ડોમ’
મુંબઈમાં આવેલા ઇઝરાયલના કોન્સ્યુલેટ જનરલ યાનિવ રેવાચે આ ડીલ અંગે મોટા સંકેતો આપ્યા છે. આ સમજૂતી માત્ર હથિયાર ખરીદવા પૂરતી સીમિત નહીં રહે. ‘આત્મનિર્ભર ભારત’ ઝુંબેશ હેઠળ, ઇઝરાયલ આયર્ન ડોમની ડિઝાઇન, ગુપ્ત ટેકનોલોજી અને તેને બનાવવાની રીત પણ ભારત સાથે શેર કરી શકે છે. એટલે કે, આવનારા સમયમાં આ આધુનિક સિસ્ટમનું ઉત્પાદન ભારતમાં જ કરવામાં આવશે. બંને દેશો વચ્ચે સંરક્ષણ ભાગીદારી અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં સહયોગ વધારવા પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

ઇઝરાયલ ભારતને આ ટેકનોલોજી કેમ આપી રહ્યું છે?
આટલી અત્યાધુનિક અને ગુપ્ત ટેકનોલોજી ઇઝરાયલ અન્ય કોઈ દેશને સરળતાથી આપતું નથી. પરંતુ, કોન્સ્યુલેટ જનરલના જણાવ્યા મુજબ, ભારત અને ઇઝરાયલ બંને દેશો લગભગ એક સરખા સરહદી અને આતંકી પડકારોનો સામનો કરી રહ્યા છે. ભારત ઇઝરાયલનો એક મજબૂત અને ભરોસાપાત્ર રણનીતિક ભાગીદાર હોવાથી, ઇઝરાયલ પોતાની આ ટેકનોલોજી ભારત સાથે શેર કરવા ખુશીથી તૈયાર છે.

શું છે આયર્ન ડોમની ખાસિયતો?
આયર્ન ડોમ હાલમાં દુનિયાની સૌથી વિશ્વસનીય અને પ્રખ્યાત મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે. ચાલો જાણીએ તેની તાકાત હવામાં જ દુશ્મનનો ખાતમો: આ સિસ્ટમ શોર્ટ અને મીડિયમ રેન્જની મિસાઈલો, રોકેટ અને ડ્રોન હુમલાઓને ટ્રેક કરીને હવામાં જ નષ્ટ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. 90 ટકા સક્સેસ રેટ: દુનિયાની કોઈપણ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનો સક્સેસ રેટ આટલો ઊંચો નથી. આયર્ન ડોમ 90 ટકા હુમલાઓને રોકવામાં સંપૂર્ણપણે સફળ રહી છે. ગાઝા યુદ્ધમાં સાબિત થઈ તાકાત: વર્ષ 2023 માં ગાઝા તરફથી છોડવામાં આવેલા હજારો રોકેટ્સને રોકવામાં આ સિસ્ટમે ઇઝરાયલને એક મજબૂત ઢાલ પૂરી પાડી હતી. ઈરાનના હુમલાને કર્યો હતો નિષ્ફળ: અગાઉ ઈરાને ઇઝરાયલ પર 1000 ડ્રોન અને 450 મિસાઈલોથી મોટો હુમલો કર્યો હતો. તે સમયે પણ આયર્ન ડોમે 90 ટકા મિસાઈલ અને ડ્રોનને હવામાં જ તોડી પાડ્યા હતા.

જો પીએમ મોદીના પ્રવાસ દરમિયાન આ આયર્ન ડોમ ડીલ ફાઈનલ થઈ જશે, તો ભારતની સુરક્ષા વ્યવસ્થા અભેદ્ય બની જશે. ડ્રોન અને મિસાઈલથી થતા હુમલાઓ સામે આ સિસ્ટમ ભારત માટે એક મોટી ગેમ-ચેન્જર સાબિત થશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!