અમેરિકામાં ગુજરાતીઓ અસુરક્ષિત? 48 કલાકમાં 2 ગુજરાતી યુવકોની હત્યા, એકને ગોળી મરાઈ, બીજાની લૂંટના ઈરાદે હત્યા

અમેરિકામાં રહેતા ગુજરાતીઓ માટે ચિંતાજનક સમાચાર, 48 કલાકના ગાળામાં પેન્સિલવેનિયા અને ડલાસમાં બે અલગ-અલગ ઘટનાઓમાં 2 ગુજરાતી યુવકોની હત્યા થઈ. સુરતના રાકેશ પટેલ પર અંગત અદાવતમાં ગોળીબાર, જ્યારે હૈદરાબાદના ચંદ્રશેખર લૂંટના પ્રયાસમાં માર્યા ગયા. વિગતવાર જાણો.

અમદાવાદ, સોમવાર
અમેરિકામાં સ્થાયી થયેલા ગુજરાતી સમુદાય માટે છેલ્લા 48 કલાકમાં બે અત્યંત દુઃખદ અને ચિંતાજનક ઘટનાઓ સામે આવી છે. પેન્સિલવેનિયા અને ટેક્સાસના ડલાસમાં બે અલગ-અલગ બનાવમાં બે યુવકોની હત્યા થઈ છે, જેનાથી અમેરિકામાં ગુજરાતીઓની સલામતી પર ગંભીર સવાલો ઊભા થયા છે.

પેન્સિલવેનિયામાં હાઉસ કિપિંગનું કામ કરતાં યુવકને ગોળી મરાઈ
પ્રથમ ઘટના પેન્સિલવેનિયાના પિસ્તબર્ગ ટાઉનમાં બની છે. અહીં હાઉસ કિપિંગનું કામ કરતા મૂળ સુરતના બારડોલી તાલુકાના રાયમ ગામના વતની રાકેશ પટેલની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, આરોપીએ અંગત અદાવતના કારણે રાકેશ પર ફાયરિંગ કર્યું હોવાની આશંકા છે. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી લીધી છે અને કાયદેસરની પ્રક્રિયા આગળ વધારી છે.

ડલાસમાં લૂંટના ઈરાદે ગોળીબાર
બીજી ઘટના શુક્રવાર, ઓક્ટોબર 3- 2025ની સવારે ટેક્સાસના ડલાસમાં બની. હૈદરાબાદમાં BDSની ડિગ્રી મેળવ્યા બાદ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયેલા 25 વર્ષીય યુવક ચંદ્રશેખરનું લૂંટના પ્રયાસમાં કરુણ મોત નીપજ્યું છે.

ચંદ્રશેખર અભ્યાસની સાથે એક ગેસ સ્ટેશન પર પાર્ટ-ટાઇમ નોકરી પણ કરતો હતો. ઘટનાની સવારે, કેટલાક લૂંટારુઓ ગેસ સ્ટેશનમાં ઘૂસી આવ્યા અને લૂંટફાટના ઈરાદે ગોળીબાર કર્યો. આ દરમિયાન ચંદ્રશેખરને છાતીના ભાગે ગોળી વાગતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો. તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો, તે પહેલા જ તેનું મૃત્યુ થયું હતું. ડલાસ પોલીસે આ ઘટનાના સંબંધમાં એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!