CDSCO નો કડક પરિપત્ર: એન્ટિબાયોટિક્સ અને પેઇનકિલર્સના અંધાધૂંધ ઉપયોગ પર રોક, ડૉક્ટરની સલાહ અનિવાર્ય

CDSCO દ્વારા જારી કરાયેલા નવા પરિપત્ર મુજબ, એન્ટિબાયોટિક્સ અને પેઇનકિલર્સ (NSAIDs) જેવી દવાઓનો અંધાધૂંધ ઉપયોગ અટકાવવા માટે હવે તેનું વેચાણ માત્ર ડૉક્ટરની સલાહ મુજબ જ થઈ શકશે.

દુખાવાની દવાઓ (NSAIDs) અને એન્ટિબાયોટિક્સના અંધાધૂંધ અને બેફામ ઉપયોગને રોકવા માટે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) ના ન્યૂ ડ્રગ્સ ડિવિઝન દ્વારા એક મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે દેશમાં તમામ પ્રકારની દવાઓનું આયાત, ઉત્પાદન, વેચાણ અને વિતરણ ડ્રગ્સ ઍન્ડ કોસ્મેટિક્સ ઍક્ટ, ૧૯૪૦ અને તેના નિયમો અનુસાર જ નિયંત્રિત થાય છે.

તબીબી સલાહ વિના દવાઓના વેચાણ પર નિયંત્રણ

  • ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન અનિવાર્ય: સરકારના નિર્દેશાનુસાર, NSAIDs (પેઇનકિલર્સ) અને એન્ટિબાયોટિક્સ જેવી ગંભીર અસરો ધરાવતી દવાઓનું વેચાણ અને વિતરણ માત્ર અને માત્ર રજિસ્ટર્ડ તબીબી વ્યાવસાયિક (ડૉક્ટર) અથવા અધિકૃત નિષ્ણાતની સલાહથી જ થવું જોઈએ.

  • ડ્રગ્સ રૂલ્સ, ૧૯૪૫ હેઠળ નિયંત્રણ: દવાઓના વધુ પડતા ઉપયોગથી સ્વાસ્થ્ય પર થનારા સંભવિત જોખમો અને આડઅસરોને ધ્યાનમાં રાખીને આ દવાઓને ડ્રગ્સ રૂલ્સ, ૧૯૪૫ ના નિયમો હેઠળ આવરી લેવામાં આવી છે, જેના માટે યોગ્ય તબીબી દેખરેખ અત્યંત જરૂરી છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!